Not Set/ દેશમાં કોરોનાનાં કેસ 73 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસની કુલ સંખ્યા 15 ઓક્ટોબર સુધી એટલે કે ગુરુવારે સવાર સુધીમાં 73 લાખને વટાવી ગઈ છે. ભારતમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 67,708 કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સંક્રમણનાં કુલ કેસોની સંખ્યા વધીને 73,07,097 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 81,541 દર્દીઓ ઠીક થયા છે, અત્યાર સુધીમાં દર્દીઓની કુલ સંખ્યા 63,83,441 […]

Top Stories India
Coronaviruss દેશમાં કોરોનાનાં કેસ 73 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા...

ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસની કુલ સંખ્યા 15 ઓક્ટોબર સુધી એટલે કે ગુરુવારે સવાર સુધીમાં 73 લાખને વટાવી ગઈ છે. ભારતમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 67,708 કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સંક્રમણનાં કુલ કેસોની સંખ્યા વધીને 73,07,097 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 81,541 દર્દીઓ ઠીક થયા છે, અત્યાર સુધીમાં દર્દીઓની કુલ સંખ્યા 63,83,441 પર પહોંચી ગઈ છે.

કોરોનાવાયરસનાં અત્યાર સુધીમાં 189 દેશોમાં ફેલાયેલો છે. 15 ઓક્ટોબર, 2020 ને સવારે 9:32 સુધી, વિશ્વભરમાં કુલ 3,85,09,642 કેસની પુષ્ટિ થઈ છે અને 10,92,119 લોકો મૃત્યુ પામ્યા છે. 1,07,39,640 દર્દીઓની સારવાર ચાલુ છે અને 2,66,77,883 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ભારતમાં, 1,11,266 મૃત્યુની સાથે 73,07,097 કેસોની પુષ્ટિ થઈ છે. 15 ઓક્ટોબર, 2020 સવારે 8:00 સુધી, ભારતમાં સક્રિય કેસની સંખ્યા 8,12,390 છે અને 63,83,441 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

દેશમાં રિકવરી દર 87.35% પર ચાલી રહ્યો છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 11.11% એટલે કે 8,12,390 છે. જો આપણે મૃત્યુની વાત કરીએ તો, છેલ્લા એક દિવસમાં 680 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ વાયરસથી અત્યાર સુધીમાં કુલ 1,11,266 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોવિડનો મૃત્યુ દર 1.52% પર ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ