Not Set/ PM મોદી અને રક્ષા મંત્રીએ વીર જવાનોને કર્યું નમન, કહ્યું- સેનાના અદમ્ય સાહસને સલામ

વિજય દિવસની 50મી વર્ષગાંઠ પર PM મોદી એ વોર મેમોરિયલ પર પહોંચીને વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Top Stories India
PM મોદી
  • વિજય દિવસને લઈ PM મોદીએ કર્યું ટ્વીટ
  • સેનાની બહાદુરી અને શૌર્યતાને સલામ:PM
  • ભારતે દમનકારી તાકાતોને હરાવી હતી:PM

16 ડિસેમ્બર 1971ની ઐતિહાસિક જીતનો આનંદ આજે પણ દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવે છે. 1971ના યુદ્ધને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ દિવસ ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. આ ખાસ દિવસે, PM મોદી એ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલના સ્વાગતમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ આજે બપોરે ભોપાલ આવશે, આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

વિજય દિવસની 50મી વર્ષગાંઠ પર PM મોદી એ વોર મેમોરિયલ પર પહોંચીને વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે હું મુક્તિ લડવૈયાઓ, વીરાંગનાઓ અને ભારતીય સશસ્ત્ર દળોના નાયકો દ્વારા મહાન બહાદુરી અને બલિદાનને યાદ કરું છું. આપણે સાથે મળીને દમનકારી દળો સામે લડ્યા અને તેમને હરાવ્યા. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે.

ભારતીય જવાનોની અદભૂત હિંમતને સલામ – અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે ભારતીય સૈનિકોની અદભૂત હિંમત અને બહાદુરીના પ્રતીક ‘વિજય દિવસ’ની સુવર્ણ જયંતિ પર હું બહાદુર સૈનિકોને નમન કરું છું. 1971માં આ દિવસે ભારતીય સેનાએ દુશ્મનોને હરાવીને માનવીય મૂલ્યોનું જતન કરવાની પરંપરાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેર્યો હતો. સૌને વિજય દિવસની શુભકામનાઓ.

આ પણ વાંચો :યુકેમાં કોરોનાનો મહાવિસ્ફોટ, અમેરિકામાં કોરોનાના કેસ બમણા થયા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે ગોલ્ડન વિજય દિવસના અવસર પર, અમે 1971ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્ર દળોના સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. 1971નું યુદ્ધ ભારતના સૈન્ય ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે. અમને અમારા સશસ્ત્ર દળો અને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.

આ પણ વાંચો :યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં કરી સામેલ 

આ પણ વાંચો : છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવાની તૈયારી, આ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

આ પણ વાંચો :IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે PM મોદી સાથે મુલાકાત કરી