India-New zealand bilateral series/ ભારતને પ્રથમ વન-ડેમાં સાત વિકેટે હરાવતું ન્યૂઝીલેન્ડઃ લાથમની સદી, વિલિયમ્સનના 94*

ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ વન-ડેમાં સાત વિકેટે હરાવ્યું છે. ભારતનો 7 વિકેટે 306 રનનો સ્કોર પણ ન્યૂઝીલેન્ડ સામે કોઈ મોટો પડકાર ઊભો કરી શક્યો ન હતો. ભારતના 50 ઓવરમાં 7 વિકેટે 306 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં 3 વિકેટે 309 રન કરી વિજય મેળવ્યો હતો.

Top Stories India Sports
Newzealand ભારતને પ્રથમ વન-ડેમાં સાત વિકેટે હરાવતું ન્યૂઝીલેન્ડઃ લાથમની સદી, વિલિયમ્સનના 94*

ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ વન-ડેમાં સાત વિકેટે હરાવ્યું છે. ભારતનો 7 વિકેટે 306 રનનો સ્કોર પણ ન્યૂઝીલેન્ડ સામે કોઈ મોટો પડકાર ઊભો કરી શક્યો ન હતો. ભારતના 50 ઓવરમાં 7 વિકેટે 306 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં 3 વિકેટે 309 રન કરી વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી લાથમ 104 બોલમાં 19 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 145 રન કરી અણનમ રહ્યો હતો. જ્યારે કેપ્ટન વિલિયમ્સન 98 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 94 રન કરી અણનમ રહ્યો હતો. બેટિંગમાં તોફાને ચડેલા લાથમે આશ્ચર્યજનક રીતે કેપ્ટન વિલિયમ્સનની સદી પૂરી ન થવા દેતા મેચ ઝડપથી પૂરી કરી હતી.

ભારતે આજે ઉમરાન મલિકને વન-ડે કેપ અપાવી હતી. મલિકે તેની પહેલી જ મેચમાં બે વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે 307 રનના લક્ષ્યાંક સામે 88 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પણ તેના પછી કેપ્ટન વિલિયમ્સન અને લાથમની જોડી જમી ગઈ હતી. બંને વચ્ચે ચોથી વિકેટની અણનમ 221 રનની ભાગીદારીએ ન્યૂઝીલેન્ડને વિજયી બનાવ્યું હતું. ઉમરાન મલિકની બોલિંગની ઝડપે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને પ્રભાવિત કર્યા હતા.આ સિવાયનું ભારતીય બોલિંગ આક્રમણ પ્રભાવહીન રહ્યુ હતું.

વિલિયમ્સન અને લાથમ બંનેએ ભારતીય બોલરોને ચોમેર ફટકાર્યા હતા,પછી તે સ્પિનર હોય કે ફાસ્ટર હોય કોઈ બાકી રહ્યું ન હતું. આ બતાવે છે કે તેઓએ કેટલી પ્રભુત્વતાસભર બેટિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડે પહેલી 3 વિકેટ 88 રનમાં ગુમાવી ત્યારે તેના પર થોડું દબાણ હતુ. પણ કેપ્ટન ધવન ન્યૂઝીલેન્ડને વધુ દબાણમાં લાવવામાં નિષ્ફળ ગયો હતો. વિલિયમ્સન અને લાથમ સેટ થઈ ગયા પછી તો ભારતીય બોલરો નિસહાય જણાયા હતા. આ વિજય સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

આ પણ વાંચો

FIFA WORLD CUP/ ફિફા વર્લ્ડ કપના ઉત્તરપ્રદેશ સાથેના કનેકશન અંગે જાણો

Vodafone-Idea/ વોડાફોન-આઇડિયા ભારતની સૌથી વધુ ખોટ કરતી કંપની બની