Not Set/ ભારતીય સેનાએ પાકિસ્તાનની દુષ્ટ યોજનાઓ પર ફેરવ્યું પાણી, એલઓસી પાસે મિસાઇલનો નાશ કર્યો

ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓ સાથે સાથે પાકિસ્તાની સેનાની કમર તૂટી ગઈ છે. બુધવારે ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનની નકારાત્મક યોજનાઓનો ખાતમો બોલાવ્યો છે. ભારતીય સૈન્યએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીકના એક ગામમાં બે મિસાઇલ શેલનો નાશ કર્યો હતો. સેનાના જવાનોએ ગામમાં જે મિસાઇલ શેલનો નાશ કર્યો તે જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સ્થિત છે. ઉલ્લેખનીય […]

Top Stories India
misile ભારતીય સેનાએ પાકિસ્તાનની દુષ્ટ યોજનાઓ પર ફેરવ્યું પાણી, એલઓસી પાસે મિસાઇલનો નાશ કર્યો

ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓ સાથે સાથે પાકિસ્તાની સેનાની કમર તૂટી ગઈ છે. બુધવારે ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનની નકારાત્મક યોજનાઓનો ખાતમો બોલાવ્યો છે. ભારતીય સૈન્યએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીકના એક ગામમાં બે મિસાઇલ શેલનો નાશ કર્યો હતો. સેનાના જવાનોએ ગામમાં જે મિસાઇલ શેલનો નાશ કર્યો તે જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સ્થિત છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ 370 નાબૂદ થયા બાદ અને રાજ્યનો દરજ્જો હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે.  ત્યારબાદથી સતત સરહદ પારથી ભારત સામે ઝેર ફેલાવી રહ્યું છે. અને તે માટે પાકિસ્તાન પોતાની સેનાનો જ નહીં, પણ ભારત ઝેર ઓકવા માટે આતંકવાદીઓનો ઉપયોગ કરી રહ્યું છે.

જેના માટે તે કેટલીકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે તો ક્યારેક પંજાબ સાથેની પાકિસ્તાનની સરહદ પર ડ્રોન દ્વારા, તે ભારતમાં તેની નકારાત્મક યોજનાઓને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ દેશના બચાવમાં સરહદ પર તૈનાત ભારતીય સૈનિકો પાકિસ્તાનની કોઈ પણ યોજનાને સફળ થવા દેતા નથી. તેને યોગ્ય જવાબ પણ આપી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, પાકિસ્તાને અત્યાર સુધી 300 થી વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

ગુપ્તચર વિભાગની માહિતી અનુસાર, પાકિસ્તાને પૂંછ અને રાજૌરી સેક્ટરમાં સરહદ પાર આતંકવાદી લોંચિંગ પેડ બનાવ્યા છે. પાકિસ્તાને આ લોંચ પેડ્સમાં ઘુસણખોરી કરવા આતંકવાદીઓને તૈનાત કર્યા છે. એલઓસી પર બરફ વર્ષા શરૂ થાય અને રસ્તા બંધ થાય તે પહેલા વધુમાં વધુ  આતંકવાદીઓને ભારતમાં પ્રવેશ મળે તે માટે પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાને પીઓકેમાં એલઓસી પર આતંકવાદીઓના 20 લોન્ચ પેડ સક્રિય કર્યા છે. આ સાથે, પીઓકેમાં પણ ઘણા આતંકવાદી શિબિરો ગોઠવવામાં આવી છે જ્યાંથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસેડી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.