Not Set/ ટેક કંપની/ તમારો ચહેરો પસંદ આવશે તો તમને મળશે 92 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

આજે પૈસા દરેક માણસની સૌથી પહેલી જરૂરિયાત બની ગયો છે. દરેક વ્યક્તિ માટે સપના જોયા મુજબનાં પૈસા મળવા કે કમાવવા ઘણા મુશ્કેલ છે. પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જે તેમના નસીબે આજે કરોડપતિ છે. જો તમારે પણ અધધધ પૈસા કમાવવા છે તો આ સમાચાર તમારા માટે જ છે. આપને જણાવી દઇએ કે, લંડન સ્થિત […]

Top Stories World
Lucky Face get 92 lakh Rupees ટેક કંપની/ તમારો ચહેરો પસંદ આવશે તો તમને મળશે 92 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

આજે પૈસા દરેક માણસની સૌથી પહેલી જરૂરિયાત બની ગયો છે. દરેક વ્યક્તિ માટે સપના જોયા મુજબનાં પૈસા મળવા કે કમાવવા ઘણા મુશ્કેલ છે. પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જે તેમના નસીબે આજે કરોડપતિ છે. જો તમારે પણ અધધધ પૈસા કમાવવા છે તો આ સમાચાર તમારા માટે જ છે. આપને જણાવી દઇએ કે, લંડન સ્થિત ટેક કંપની જિયોમીક એક એવુ રોબોટ બનાવી રહી છે જે એક માણસ જેવુ દેખાશે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ રોબોટનું નામ વર્ચુઅલ ફ્રેન્ડ રાખવામાં આવશે. આવતા વર્ષે રોબોટનું નિર્માણ શરૂ થશે. હાલમાં કંપનીએ રોબોટ બનાવવાની યોજના ક્યાં પહોંચી છે તે વિશે કોઈ માહિતી આપી નથી. જોકે, કંપનીનું કહેવું છે કે તે રોબોટ માટે માનવ ચહેરાની શોધમાં છે. કંપની આ માટે 92 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છે.

કંપનીએ તેના રોબોટમાં આપેલા ચહેરા માટે એક શરત મૂકી છે કે તે દયાળુ અને ફ્રેન્ડલી દેખાવો જોઈએ. કંપનીએ કહ્યું છે કે, તે તે વ્યક્તિનાં ચહેરા માટે કરાર કરશે અને રકમ પણ ચૂકવશે. ઉલ્લેખનીય છે કે, કંપની તેના રોબોટને એવો ચહેરો આપવા માંગે છે જે માણસની જેમ દેખાય. જિયોમિક કંપનીએ જણાવ્યુ છે કે રોબોટનું નામ વર્ચુઅલ ફ્રેન્ડ રાખવામાં વિચાર કરવામાં આવ્યો છે. આવતા વર્ષ સુધી પૂર્ણ થઇ જનાર આ રોબોટને લઇને આજથી જ ચહેરાની શોધ શરૂ કરી દેવામાં આવી છે.

કંપનીએ આ માટે ઘણા ચહેરાઓની પણ ચકાસણી કરી છે. કંપનીએ કહ્યું કે અત્યાર સુધી જે ચહેરાઓ કંપની દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, તેને અમે ખાનગીમાં પૈસા આપ્યા છે. કંપની કહે છે કે અમે જાણીએ છીએ કે આ એક અલગ પ્રકારની માંગ છે. કંપની કેટલાક એવા ચહેરાઓ શોધી રહી છે જે જુદા જુદા દેખાશે. કોઈપણ વ્યક્તિએ તેના ચહેરા પર લાઇસન્સ કરાર કરવો એ મોટો નિર્ણય છે. જ્યારે એક ચહેરાનો કરાર થાય છે, ત્યારે તેનો ચહેરો રોબોટ તરીકે તૈયાર કરવામાં આવે છે. તે સામાન્ય રોબોટ જેવું દેખાશે નહીં, તેની પોતાની ઓળખ હશે અને તે માનવી જેવો દેખાશે.

રોબોટિક્સ કંપની જિયોમિક છેલ્લાં પાંચ વર્ષથી તેના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટનું આયોજન ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવ્યું છે, જેથી તેની સાથે સંબંધિત કોઈ માહિતી બહાર ન આવી શકે. કંપનીનાં જણાવ્યા અનુસાર રોબોટનાં નિર્માણ માટે જે ચહેરાઓની પસંદગી કરવામાં આવશે તેની વિગતો પણ રોબોટમાં આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.