Judge Abhijit Gangopadhyay/ કલકત્તા હાઈકોર્ટના જજ અભિજિત ગંગોપાધ્યાય રાજીનામું આપી ભાજપમાં જોડાયા, તામલુક બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

કલકત્તા હાઈકોર્ટના જજ અભિજિત ગંગોપાધ્યાય રાજીનામું આપી ભાજપમાં જોડાયા. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે તામલુક બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

Top Stories India Breaking News Politics
YouTube Thumbnail 2024 03 05T150326.077 કલકત્તા હાઈકોર્ટના જજ અભિજિત ગંગોપાધ્યાય રાજીનામું આપી ભાજપમાં જોડાયા, તામલુક બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

કલકત્તા હાઈકોર્ટના જજ અભિજિત ગંગોપાધ્યાય રાજીનામું આપી ભાજપમાં જોડાયા.  મંગળવારે સવારે જસ્ટિસ ગંગોપાધ્યાય હાઈકોર્ટમાં તેમની ચેમ્બરમાં પહોંચ્યા બાદ રાજીનામું આપ્યા બાદ બપોરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હું શિષ્ટાચારની મુલાકાત માટે મુખ્ય ન્યાયાધીશને મળવા જઈ રહ્યો છું. મેં મારું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. પત્રકારોને સંબોધતા જજ અભિજિત ગંગોપાધ્યાયે તેમની ભાવિ યોજનાઓનું અનાવરણ કરતા રાજકારણમાં જોડવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકયું છે. હાઈકોર્ટના જજ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુરુવારે તેઓ વિધિવત ભાજપમાં જોડાશે. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે તામલુક બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

Judge Abhijit Gangopadhyay Hints At Resigning And Joining Politics - Amar Ujala Hindi News Live - West Bengal:क्या अब राजनीति में किस्मत आजमाएंगे कलकत्ता हाईकोर्ट के जज गंगोपाध्याय; दिया ...

જસ્ટિસ ગંગોપાધ્યાયે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ 5 માર્ચે (કલકત્તા હાઈકોર્ટના) જજ પદેથી રાજીનામું આપશે. જસ્ટિસ ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની સુનાવણી સાથે સંકળાયેલા હતા. તેઓ આ વર્ષે ઓગસ્ટ 2024માં નિવૃત્ત થવાના હતા. તેમના રાજીનામાની જાહેરાત કરતી વખતે, તેમણે પશ્ચિમ બંગાળમાં કથિત ભ્રષ્ટાચારના આરોપોને લઈને રાજ્યની શાસક સરકાર ટીએમસી પર પણ પ્રહારો કર્યા હતા. ચૂંટણી અને જજ અભિજિત ગંગોપાધ્યાયને લઈને અટકળો છે કે તેઓ  કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળની તમલુક સંસદીય બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. તામલુક બેઠક તાજેતરની ચૂંટણીઓમાં રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. ટીએમસી 2009 થી સતત આ સીટ જીતી રહી છે.

બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ 2009 અને 2014ની લોકસભા ચૂંટણી તમલુક બેઠક પરથી જીતી હતી. ત્યારે અધિકારી ટીએમસીના નેતા હતા. ટીએમસી છોડ્યા પછી પણ 2016ની પેટાચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર અહીંથી જીત્યા હતા. 2009 અને 2016 ની વચ્ચે, સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના જમણા હાથ હોવાનું કહેવાય છે.  જો કે, એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જસ્ટિસ ગંગોપાધ્યાયે પણ ટીએમસી નેતા મમતા બેનર્જીના વખાણ કર્યા હતા અને તેમને “અનુભવી રાજકારણી” ગણાવ્યા હતા.

હાઈકોર્ટના જજ અભિજિત ગંગોપાધ્યાયએ  રવિવારે તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો તેમને તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષ તરફથી રાજકારણમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હતું. આજે તેમણે રાજીનામું સુપરત કરી દીધું છે અને ગુરુવારે અભિજિત ગંગોપાધ્યાય વિધિવત રીતે ભાજપમાં જોડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : Bhart jodo yatra/‘તે ઈચ્છે છે તમે આખો દિવસ મોબાઈલ પર રહો, જય શ્રી રામ બોલો, ભૂખે મરો’, આજ તેમનું કહેવું છે રાહુલનો મોદીને ટોન્ટ 

આ પણ વાંચો : Breaking News/લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા

આ પણ વાંચો : Varanasi Gyanvapi Case/જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરાને બચાવવા વકીલ વિષ્ણુ શંકરની અપીલ, મુસ્લિમ સમુદાય વ્યાસજીના ભોંયરાને તોડવાનો પ્રયાસ કરતા હોવાનો કર્યો દાવો