Covid-19/ વિશ્વમાં કોરોનાથી 47.4 લાખ લોકોનાં મોત, ભારતમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત

ભારતમાં એક દિવસમાં કોવિડ-19 નાં 26,041 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે.

Top Stories Trending
11 68 વિશ્વમાં કોરોનાથી 47.4 લાખ લોકોનાં મોત, ભારતમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 23.18 કરોડ થયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 47.4 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.08 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે કેસ, મૃત્યુ અને રસીકરણની વર્તમાન વૈશ્વિક સંખ્યા વધીને 231,808,663, 4,747,726 અને 6,088,716,731 થઈ ગઈ છે. વળી ભારતમાં પણ કોરોનાનાં કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – PM મોદીની બેઠક / PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક યોજી

ભારતમાં એક દિવસમાં કોવિડ-19 નાં 26,041 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. વળી, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 2,99,620 થઈ ગઇ છે, જે 191 દિવસમાં સૌથી ઓછી સંખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા અપડેટ કરેલા આંકડા મુજબ, સંક્રમણથી 276 વધુ લોકોનાં મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 4,47,194 થયો છે. હાલમાં, દેશમાં 2,99,620 લોકો કોરોના વાયરસ સંક્રમણનાં કારણે સારવાર હેઠળ છે, જે કુલ કેસોનાં 0.89 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં કુલ 3,856 નો ઘટાડો નોંધાયો હતો. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 97.78 ટકા છે. જણાવી દઇએ કે, દેશમાં 26,041 કોરોનાનાં કેસ નોંધાયા છે, ત્યારે માત્ર કેરળમાંથી જ 15,951 કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. દેશમાં જ્યા 276 લોકોએ કોરોનાનાં કારણે જીવ ગુમાવ્યો છે, ત્યારે એક માત્ર કેરળ રાજ્યમાંથી 165 કોરોનાનાં દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે.

 

આ પણ વાંચો – નિવેદન / ઉત્તરપ્રદેશમાં તાલિબાની સ્ટાઇલ જેવું શાસન,દીદી PM મોદી કરતાં વધુ લોકપ્રિય : અભિષેક બેનર્જી

દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયા હતા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા હતા.