Omicron/ ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ, આણંદ અને ખેડામાં નોંધાય આટલા કેસ

આણંદમાં ઓમિક્રોનના એક સાથે ચાર કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ જોવા મળ્યો છે.  યુકે અને તાન્ઝાનિયાથી આવેલા ચાર લોકોમાં  ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Top Stories Gujarat Others
ઓમિક્રોન રાજ્યમાં બે જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી, આણંદ અને
  • નડિયાદના પીપલગ ગામમાં 3 કેસ
  • એક જ પરિવારના 3 સભ્યો સંક્રમિત
  • આણંદમાં 4 NRIમાં ઓમિક્રોનના લક્ષણો

કોરોના વાઇરસનો નવો વેરીએંટ ઓમિક્રોન વિશ્વભરમાં પોતાનો કહેર ફેલાવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ સતત ઓમિક્રોનના સકંજામાં જકડાઈ રહ્યું છે. રાજ્યમાં સતત ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ રોજ શનિવારે રાજ્યના વધુ બે જિલ્લામાં ઓમિક્રોન વેરીએંટએ એન્ટ્રી કરી છે. રાજ્યના ખેડા અને આણંદ જિલ્લામાં કુલ સાત નવા કેસ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડામાં ઓમીક્રોનના ત્રણ કેસ નોંધાયા છે. જેના કારણે જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓનો કુલ આંક 6 થયો છે. ગઇકાલે નડિયાદમાં ત્રણ કેસ નોંધાયા હતા. નડિયાદના પીપલગ ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા છે. ત્રણેય દર્દીઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના વિશેષ વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે આણંદ જિલ્લામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ છે. આણંદમાં ઓમિક્રોનના એક સાથે ચાર કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ જોવા મળ્યો છે.  યુકે અને તાન્ઝાનિયાથી આવેલા ચાર લોકોમાં  ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પૈકી ત્રણ દર્દીને કરમસદ હોસ્પિટલમાં જ્યારે એક દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

જમ્મુ-કાશ્મીર / સુરક્ષા દળોએ 36 કલાકમાં પાંચ આતંકીઓને કર્યા ઠાર

પંજાબ / કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા 22 ખેડૂત સંગઠનોએ ચૂંટણી લડવાની કરી જાહેરાત

World / પાકિસ્તાની સૈન્ય અને તાલિબાન વચ્ચે ગોળીબાર જાણો શું છે ઝઘડાનું કારણ ?