પતિએ કરી પત્નીની હત્યા/ નડિયાદમાં પતિએ જ પત્નીની જાહેરમાં હત્યા કરી, પાછો કહે છે કોઈ અફસોસ નથી

નડિયાદમાં મહિલાની જાહેરમાં જ પતિએ હત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા પાછળનું કારણ પતિ-પત્ની વચ્ચેનો ઝગડો મનાય છે. વળી આ હત્યા બદલ પતિને કોઈ અફસોસ પણ નથી.

Top Stories Gujarat
Husband Killed Wife

નડિયાદમાં મહિલાની જાહેરમાં જ પતિએ Husband Killed Wife હત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા પાછળનું કારણ પતિ-પત્ની વચ્ચેનો ઝગડો મનાય છે. વળી આ હત્યા બદલ પતિને કોઈ અફસોસ પણ નથી. તેનું કહેવું હતું કે પત્નીએ જીદમાં આવીને કરેલા કોર્ટ કેસથી તે કંટાળી ગયો હતો. તેથી તેણે તેની હત્યા કરી હતી. 47 વર્ષીય નિમિષાબેન રસિકભાઈ પરમારને છેલ્લા કેટલાક વર્ષોથી Husband Killed Wife મતભેદ સર્જાતા પોલીસ અને કોર્ટ કેસ ચાલી રહ્યા હતા.  તેઓ નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ ટાઉનશિપમાં રહેતા હતા. તેમના પતિ વસો ખાતે રહે છે.

બંને વચ્ચે ચાલતા કેસમાં નડિયાદ કોર્ટમાં બુધવારે કેસની મુદત હતી. Husband Killed Wife આરોપી પતિ એક્ટિવામાં ગેરકાયદેસર રીતે લાવેલી રિવોલ્વર છૂપાવીને લાવ્ો હતો. મુદત પૂરી કરીને ગુરુવારે બપોરે ઘરે પરત જતી વખતે પત્નીને જાહેરમાં ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પતિના હત્યારા પતિને પોલીસે સરદાર ભવનના પાર્કિંગમાંથી પકડી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં આશ્ચર્યની વાત એ છે કે કોઈપણ રીતે શસ્ત્ર ચલાવવાની તાલીમ ન ધરાવતી આ વ્યક્તિના હાથમાં તમંચો કે દેશી કટ્ટો ક્યાંથી આવ્યો તે ચિંતાનો વિષય છે. Husband Killed Wife પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારના કટ્ટા કે તમંચા હવે શહેરમાં ક્યાંથી મળવા લાગ્યા છે.

સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ એક વ્યક્તિ એક્ટિવા Husband Killed Wife લઈને બુધવારે બપોરે બારથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન નવરંગ ટાઉનશિપમાં આવ્યો હતો. તેણે હેલ્મેટ પહેર્યુ હતુ. જો કે એકાએક ફટાકડા ફૂટવા જેવો અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મહિલાના ઘરતી જ લગભગ 25 ફૂટ દૂર જ પતિે હથિયાર વડે ફાયરિંગ કરી ફરાર થયો હતો. આવામાં હેલમેટ પડી જતા આરોપીને સ્થાનિક રહેવાસીઓએ ઓળખી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં Husband Killed Wife મિશન રોડ પર આવેલી નવરંગ ટાઉનશીપમાં રહેતા 47 વર્ષના નીમીષાબેન પરમાર પ્રથમ પતિ સાથે એક દીકરીના જન્મ પછી છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી તેમણે થોડા સમય પૂર્વે વસો ખાતે રહેતા નિવૃત વન કર્મચારી રસિક પરમાર સાથે બીજા લગ્ન કર્યા હતા. નિવૃત્ત વન કર્મચારીના પણ આ બીજા લગ્ન હતા બંનેનું લગ્ન જીવન સુખમય રીતે પસાર થતું હતું. આ દરમિયાન નિમિષાબેને પ્રથમ પતિથી જન્મેલ દીકરીને અભ્યાસ તેમજ કામ ધંધા અર્થે લંડન મોકલી હતી. જે હાલ પણ લંડનમાં વસવાટ કરે છે. નિમિષાબેન અને પતિ રસિક પરમાર વચ્ચે થોડા સમય પૂર્વે કોઈ બાબતને લઇ મતભેદ સર્જાયા હતા. જેના પગલે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ શરૂ થયા હતા.

આનાથી કંટાળેલા નિમિષાબેન વર્ષોથી રસિક પરમારનું ઘર ત્યજી નડિયાદ મિશન રોડ પર આવેલ નવરંગ ટાઉનશીપમાં રહેતી માતા સાથે રહેવા આવી ગયા હતા. નિમિષાબેને પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે નિમિષાબેને નડિયાદ કોર્ટમાં પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. દરમિયાન પતિ રસિક પરમાર મોટી રકમનું પેન્શન મેળવતો હોવા છતાં પત્નીને છૂટાછેડા માટે રૂપિયા આપ્યા ન હતા. જેથી નિમિષાબેન પણ જીદ પર ઉતર્યા હતા.

 

આ પણ વાંચોઃ Dowry Death/ દહેજના ખપ્પરમાં વધુ એક મહિલા હોમાઈઃ સુરતની પરીણિતાએ લગ્નતિથિએ જ મોતનો અંતિમ ‘ફેરો’ ફર્યો

આ પણ વાંચોઃ Guj Government-Private School/ ગુજરાતમાં શિક્ષણનો ધૂમ વેપલો કરતી સરકારઃ બે વર્ષમાં સરકારી એકેય નહી અને 495 ખાનગી શાળાઓને

આ પણ વાંચોઃ Earthquake/ ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કીની યાદ અપાવી