પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ચીન અને પાકિસ્તાનને લઈને મોદી સરકારને ઘેરી છે. સંજય રાઉતે કહ્યું છે કે ચીન અને પાકિસ્તાન અમારી વિરુદ્ધ થઈ ગયા છે અને સરહદ પર એક મજબૂત તાકાત અમારી વિરુદ્ધ ઉભી છે. તેમણે કહ્યું કે આપણે સખત મહેનત કરવી જોઈએ. ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.
બીજી તરફ જ્યારે તેમના એક નજીકના મિત્રની ED દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે, પહેલા લાલચ આપવામાં આવી, ઓફર આપવામાં આવી. પછી ડરાવી-ધમકાવી. ત્યારબાદ પણ જો તે નમશે નહી તો પરિવારને ધમકી આપવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીને અમારી પાછળ મૂકી દીધી છે. 2024 સુધી ચાલશે, પણ અમે ઝૂકીશું નહિ
पहले लालच दिया गया, ऑफर्स दिए । फिर डराया , धमकाया गया। तब भी झुका नहीं तो
परिवार को धमकाया गया।
हमने कहा- छोड़ दो, नजरअंदाज करो इन्हें, जाने दो। तो अब सेंट्रल एजेंसी को हमारे पीछे लगा दिया।
चलता है, 2024 तक चलेगा भी..पर हम झुकेंगे नहीं!@MamataOfficial @uddhavthackeray pic.twitter.com/JYHNrHOF7o— Sanjay Raut (@rautsanjay61) February 3, 2022
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 1034 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના એક વેપારીની ધરપકડ કરી છે. આ કૌભાંડ મુંબઈમાં ‘ચાલ’ના પુનઃવિકાસ સાથે સંબંધિત છે. ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ રાઉતની મુંબઈમાં ઈડી ઓફિસમાં પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બિઝનેસમેન પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના હોવાનું કહેવાય છે. રાઉતને 9 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
એજન્સીએ ગયા વર્ષે શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની પીએમસી બેંક કેસ અને પ્રવીણ રાઉતની પત્ની સાથેના કથિત સંપર્કના સંબંધમાં પૂછપરછ કરી હતી.
