Earthquake/ ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કીની યાદ અપાવી

ગુરુવારે ન્યુઝીલેન્ડના ઉત્તરમાં આવેલા કર્માડેક ટાપુઓ પર રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર,  ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

Top Stories World
Earthquake

ગુરુવારે ન્યુઝીલેન્ડના ઉત્તરમાં આવેલા કર્માડેક ટાપુઓ Earthquake પર રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર,  ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. યુએસ સુનામી ચેતવણી પ્રણાલી દ્વારા 300-કિમી ત્રિજ્યામાં નજીકના, નિર્જન ટાપુઓ માટે  તરત જ સુનામી ચેતવણી જારી કરવામાં આવી હતી.

નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ Earthquake જણાવ્યું હતું કે ભૂકંપ બાદ ન્યુઝીલેન્ડ માટે સુનામીનો કોઈ ખતરો નથી. ન્યુઝીલેન્ડ ધરતીકંપની સંભાવના ધરાવે છે કારણ કે તે વિશ્વની બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટ – પેસિફિક પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટની સીમા પર સ્થિત છે. તે રીંગ ઓફ ફાયર તરીકે ઓળખાતી તીવ્ર ધરતીકંપની પ્રવૃત્તિના ઝોનની ધાર પર પણ છે. દર વર્ષે હજારો ભૂકંપ ન્યુઝીલેન્ડને હચમચાવે છે.

ઉલ્લેખનીય છે કે મહિના પહેલા જ તુર્કીમાં 7.8ની તીવ્રતાના Earthquake આવેલા ભૂકંપમાં 55 હજારથી વધુ લોકોના મોત થયા છે, 16 લાખથી વધારે ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. તેની સાથે 50 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. આ બાબતે અહેસાસ કરાવ્યો છે કે ભૂકંપ કેટલી તીવ્રતા સુધી આવી શકે છે. યુરોપીયન વિસ્તારમાં કદાચ આટલી તીવ્રતાવાળો અને આટલી જાનહાનિવાળો ભૂકંપ પહેલી વખત આવ્યો છે. તુર્કીના ભૂકંપના ઝાટકા સમગ્ર યુરોપમાં અનુભવાયા હતા. આ ભૂકંપ પછીના આફ્ટર શોક્સ હજી પણ ચાલુ જ છે. તુર્કીને આ ભૂકંપના આંચકામાંથી બેઠા થતાં વર્ષો નીકળી જશે.

જો કે સદનસીબે ન્યૂઝીલેન્ડમાં જ્યાં ભૂકંપ આવ્યો છે ત્યાં માનવી હાજરી ઘણી Earthquake ઓછી છે. તેના લીધે જાનહાનિની સંભાવના પણ ઘણી ઓછી છે. પણ જો આ જ પ્રકારનો ભૂકંપ ભારે રહેણાક વસ્તીવાળા વિસ્તારોમાં આવે તો તે ભયંકર તારાજી સર્જી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે મોટાભાગના બાંધકામ છ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ જ સહન કરી શકે તેવા છે. ફક્ત જાપાનને બાદ કરતાં વિશ્વના કોઈપણ સ્થળે આઠ સુધીની તીવ્રતાનો ભૂકંપ સહન કરી શકે તેવા બાંધકામ બનાવવામાં આવ્યા નથી.

 

આ પણ વાંચોઃ Shivrajsingh Chauhan/ મધ્યપ્રદેશમાં ભાજપનો ચહેરો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જ રહેશે

આ પણ વાંચોઃ  US-Russia-Drone/ અમેરિકાનો રશિયાને વળતો જવાબઃ આંતરરાષ્ટ્રીય કાયદાની મંજૂરી હશે ત્યાં તેના પ્લેન-ડ્રોન ઉડશે

આ પણ વાંચોઃ US Ambassador To India/ ભારતમાં અમેરિકા રાજદૂત તરીકે એરિક ગાર્સેટી પદભાર સંભાળશે