Not Set/ ગુજરાત હાઇકોર્ટે ‘ચાર ચાર બંગડી’ ગીત પરથી હટાવ્યો સ્ટે, કિંજલ હવે આ ગીત દરેક કાર્યક્રમમાં ગાઈ શકશે

અમદાવાદ, જાણીતી ગાયિકા કિંજલ દવેને કોપીરાઇટ કેસના ભંગ બદલના કેસમાં ચાર ચાર બંગડીવાળી ગાડીવાળુ ગીત ન ગાવા કોમર્શિયલ કોર્ટે તા.4થી જાન્યુઆરીએ વચગાળાનો આદેશ કર્યો હતો. કોપી રાઈટના કેસમાં વધુ સુનાવણી કોમર્શિયલ કોર્ટમાં ધરાઈ હતી અને કોર્ટે વધુ એક દિવસનો સ્ટે અપાયો હતો. કિંજલ દવેની અરજી હાઈકોર્ટે સ્વીકારી મળતી માહિતી મુજબ ચાર ચાર બંગડીવાળા ગીતના કોપીરાઈટ વિવાદમાં […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

જાણીતી ગાયિકા કિંજલ દવેને કોપીરાઇટ કેસના ભંગ બદલના કેસમાં ચાર ચાર બંગડીવાળી ગાડીવાળુ ગીત ન ગાવા કોમર્શિયલ કોર્ટે તા.4થી જાન્યુઆરીએ વચગાળાનો આદેશ કર્યો હતો. કોપી રાઈટના કેસમાં વધુ સુનાવણી કોમર્શિયલ કોર્ટમાં ધરાઈ હતી અને કોર્ટે વધુ એક દિવસનો સ્ટે અપાયો હતો.

કિંજલ દવેની અરજી હાઈકોર્ટે સ્વીકારી

મળતી માહિતી મુજબ ચાર ચાર બંગડીવાળા ગીતના કોપીરાઈટ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. હવે જાહેર કાર્યક્રમમાં કિંજલ દવે ગીત ગાઈ શકશે. કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટની રાહત મળી છે. કિંજલ દવેની અરજી હાઈકોર્ટે સ્વીકારી છે. સ્ટેને કિંજલ દવેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોમર્શિયલ કોર્ટના સ્ટેને હાઈકોર્ટે રદ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે કિંજલ દવેએ સેશન્સ કોર્ટના ચુકાદાને HCમાં પડકાર્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હર્ષા દેવાણી અને એ.પી ઠાકરની કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. તમને જણાવી દઇએ કે, આ મામલામાં અગાઉ કાઠિયાવાડી કિંગે કોપીરાઈટની ફરિયાદ કરી હતી.

કિંજલ દવેના વકીલે જવાબ રજૂ ન કરતા કોર્ટે તેમણે ઉધડો લીધો હતો.

જસ્ટિસ હર્ષા દેવાણી અને એ.પી. ઠાકરની કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા હાઇકોર્ટમાં બચાવ પક્ષ અને અરજદારના વકિલ વચ્ચે દલીલ શરૂ થઇ હતી. જેમા બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મનુ રબારીએ આ ગીત તૈયાર કર્યુ હતું અને ગીતને સોશિયલ સાઈટ પર રિલીઝ કરતા પહેલા આ ગીત લખાયું હતું તેવી તેમણે દલિલ કરી હતી. જોકે આ મામલામાં કિંજલ દવેના વકીલે જવાબ રજૂ ન કરતા કોર્ટે તેમણે ઉધડો લીધો હતો. હાઈકોર્ટે બંને પક્ષોને ખખડાવ્યા હતાં.

કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલનો કોર્ટમાં દાવો

ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી કિંગ નામે જાણીતા કાર્તિક પટેલે કોપી રાઈટ કેસ દાખલ કર્યો હતો. જેમાં અગાઉ કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ચાર ચાર બંગડીવાળુ ગીત ન ગાવા  અને  ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો હતો. તા.૫મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે. તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો ૨૦૧૬માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો હતો. નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી પરંતુ ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી.