Ahmedabad News/ 52 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડી નવો આઇકોનિક બ્રિજ બનશે, 250 કરોડના EPC પ્રોજેક્ટને AMCની મંજૂરી

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજ (Subhash Bridge) નું આયુષ્ય પૂર્ણ થતાં હાલનું સુપરસ્ટ્રક્ચર તોડી નવો ડબલ લેન બ્રિજ બનાવવાનો નિર્ણય. AMC દ્વારા રૂ.250 કરોડનો EPC પ્રોજેક્ટ, ટ્રાફિક રાહત માટે મોટી યોજના.

Top Stories Ahmedabad Gujarat
Subhash Bridge

Subhash Bridge Ahmedabad: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો સૌથી વ્યસ્ત ગણાતો 52 વર્ષ જૂનો સુભાષબ્રિજ (Subhash Bridge) હવે તેના અંતિમ પડાવે પહોંચ્યો છે. તાજેતરમાં બ્રિજના ડેક સ્લેબમાં તિરાડો પડવી અને એક સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ બ્રિજ નિષ્ણાત એજન્સીઓ પાસે તપાસ કરાવી હતી. આ તમામ એજન્સીઓના રિપોર્ટના આધારે હવે હાલના બ્રિજનું સુપરસ્ટ્રક્ચર સંપૂર્ણપણે તોડી નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

સુભાષબ્રિજ (Subhash Bridge)નું આયુષ્ય પૂર્ણ

બ્રિજ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજની જૂની ટેક્નોલોજી, 50 વર્ષથી વધુનું આયુષ્ય અને વધતા ટ્રાફિક ભારણને કારણે રિપેરિંગ કરતાં સુપરસ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવવો જ સુરક્ષિત અને લાંબા ગાળાનો વિકલ્પ છે. આ મુદ્દે આજે 26 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.

Subhash Bridge

ટ્રાફિક માંગને ધ્યાનમાં રાખી વિસ્તૃત પ્રોજેક્ટ

શહેરમાં સતત વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના સુભાષબ્રિજ (Subhash Bridge)ની બન્ને બાજુ બે નવા બ્રિજ (2 નવી લેન) બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આથી પૂર્વ-પશ્ચિમ વચ્ચેનો ટ્રાફિક ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.

EPC મોડમાં રૂ. 250 કરોડનો પ્રોજેક્ટ

બ્રિજના રિસ્ટોરેશન અને નવા બ્રિજના નિર્માણ માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાની યોજના છે. આ પ્રોજેક્ટની અંદાજિત બેઝિક કોસ્ટ રૂ. 250 કરોડ રાખવામાં આવી છે. આગામી સોમવારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પણ આ પ્રોજેક્ટને સંપૂર્ણ સહયોગ મળ્યો હોવાનું AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે.

સમયમર્યાદા નક્કી

  • હાલના બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી રિસ્ટોરેશન કાર્ય: 9 મહિનામાં પૂર્ણ
  • બન્ને બાજુ નવા બે લેન બ્રિજનું નિર્માણ: આગામી 2 વર્ષમાં પૂર્ણ

ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરના રોજ બ્રિજમાં ખામી જણાતા તેને તાત્કાલિક વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. ત્યારબાદ 20 દિવસ સુધી વિવિધ નિષ્ણાતો દ્વારા ઇન્સ્પેકશન અને કમિટીઓ રચાઈ હતી, જેના આધારે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCનો પ્રયાસ છે કે નવો સુભાષબ્રિજ (Subhash Bridge) માત્ર મજબૂત નહીં પરંતુ અમદાવાદ માટે એક આઇકોનિક ઓળખ બને.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી

આ પણ વાંચો: સુભાષ બ્રિજ મુદ્દે મોટો નિર્ણય!, CM તરફથી મહત્વની સૂચનાઓ, અહેવાલ સુપરત

આ પણ વાંચો:અમદાવાદમાં સુભાષબ્રિજ તોડીને નવો પુલ બનાવવો શ્રેષ્ઠ વિકલ્પ