શિક્ષણનો વેપલો/ ગુજરાતમાં શિક્ષણનો ધૂમ વેપલો કરતી સરકારઃ બે વર્ષમાં સરકારી એકેય નહી અને 495 ખાનગી શાળાઓને તાત્કાલિક મંજૂરી

ગુજરાત સરકારે શિક્ષણમાં ધૂમ વેપલો કરવાનું નક્કી જ કરી લીધું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બધા જિલ્લાઓમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક શાળાને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી.

Top Stories Gujarat

ગુજરાત સરકારે શિક્ષણમાં ધૂમ વેપલો કરવાનું Guj Government-Private school નક્કી જ કરી લીધું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બધા જિલ્લાઓમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક શાળાને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. બીજી તરફ નોન ગ્રાન્ટેડ એટલે કે 359 ખાનગી પ્રાથમિક શાળાઓ અને 136 માધ્યમિક શાળાઓને એમ કુલ લગભગ 500 શાળાઓને સરકારે તાત્કાલિક ધોરણે મંજૂરી આપી દીધી છે. Guj Government-Private school આ વાત પાછી બીજા કોઈએ નહી સરકારે પોતે જ વિધાનસભામાં કહી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં લેખિત સવાલના જવાબમાં રાજયના શિક્ષણમંત્રીએ આ માહિતી આપી હતી.

ગુજરાતમાં સરકારનું વલણ સતત ખાનગી શાળાઓને Guj Government-Private school પ્રોત્સાહન આપવાનું અને સરકારી શાળાઓને તાળા મારવાનું રહ્યું છે. તેના જ ભાગરૂપે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી શાળાઓને મર્જ કરી દેવાય છે. તેની સાથે દૂરના વિસ્તારોની સરકારી શાળાઓમાં પહેલા તો લાંબા સમય સુધી ભરતી કરાતી નથી પછી ઓછા વિદ્યાર્થીઓના બ્હાને તેને મર્જ કરીને સરકારી શાળાઓની સંખ્યા ઓછી કરવામાં આવે છે. આમ સરકાર અહીં રીતસર શિક્ષણની જવાબદારીમાંથી છટકી રહી તેમ લાગે છે.

આ અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નોન-ગ્રાન્ટેડ સ્કૂલોને Guj Government-Private school મંજૂરી આપીને લાખો રૂપિયાની ફી ઉઘરાવી વાલીઓનું શોષણ કરી રહી છે. રાજ્ય સરકારની નીતિ શિક્ષણના વ્યાપારીકરણને વેગ આપવાની છે. રાજ્ય સરકારે જે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી તેમા રાજકોટમાં સૌથી વધુ 40, સુરતમાં 35, જામનગરમાં 28 શાળા છે. બીજી બાજુએ અમદાવાદ-ગાંધીનગરની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 2,000થી પણ વધારે ખાલી જગ્યા ભરવાની તસ્દી સરકાર જરા પણ લેતી નથી.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના લેખિત જવાબમાં Guj Government-Private school રાજ્ય સરકારે જ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલાથી આઠમા ધોરણની શાળામાં 2,082 શિક્ષકોની જગ્યા ખાલી છે. તેથી કોંગ્રેસે કહ્યું હતું કે એકબાજુએ ગુજરાત સરકાર ફરજિયાત ગુજરાતી ભણાવવા માટે બિલ લઈને આવે છે, પરંતુ ભાષાના શિક્ષકો જ નથી તો કઈ રીતે બાળકોને ભણાવશે તે મોટો પ્રશ્ન છે. એકથી પાંચ ધોરણની સ્કૂલોમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર જિલ્લાઓમાં 1,520 શિક્ષકોની જગ્યા ખાલી છે,જેમા અમદાવાદ શહેરમાં 965, અમદાવાદ જિલ્લામાં 388, ગાંધીનગર જિલ્લામાં 133 અને ગાંધીનગર શહેરમાં 34 જગ્યા ખાલી છે. બીજી તરફ છથી આઠ ધોરણમાં ભાષાના 168 શિક્ષકોની જગ્યા ખાલી છે, આ જ રીતે ગણિત વિજ્ઞાનના 222 અને સામાજિક વિજ્ઞાનના 172 શિક્ષકોની ઘટ છે. તેમા છથી આઠ ધોરણના 562 શિક્ષકોની જગ્યા ખાલી છે.

આ પણ વાંચોઃ Earthquake/ ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કીની યાદ અપાવી

આ પણ વાંચોઃ Shivrajsingh Chauhan/ મધ્યપ્રદેશમાં ભાજપનો ચહેરો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જ રહેશે

આ પણ વાંચોઃ US-Russia-Drone/ અમેરિકાનો રશિયાને વળતો જવાબઃ આંતરરાષ્ટ્રીય કાયદાની મંજૂરી હશે ત્યાં તેના પ્લેન-ડ્રોન ઉડશે