nepal news/ નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર; જાણો વિગતવાર અહેવાલ

Nepalમાં આવેલા ભીષણ પૂર બાદ 300થી વધુ ભારતીયો લાપતા થયા છે. સહાયતા માટે નવી દિલ્હી સ્થિત નેપાળ દૂતાવાસે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. જાણો અહેવાલ.

Top Stories World
nepal

Nepal Flood Emergency Helpline Numbers:  નેપાળમાં અચાનક આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પૂર અને ભૂસ્ખલન બાદ મોટી સંખ્યામાં લોકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમાં 300થી વધુ ભારતીય નાગરિકો હોવાની માહિતી સામે આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં આવેલા નેપાળ દૂતાવાસે અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનો માટે ઈમરજન્સી સંપર્ક નંબર જાહેર કર્યા છે.

ભારતીય નાગરિકો માટે વોટ્સએપ નંબર

નેપાળ(Nepal) દૂતાવાસની જાહેર સૂચના મુજબ, નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત અથવા ગુમ થયેલા ભારતીય નાગરિકો અંગે માહિતી અને મદદ માટે કાઉન્સેલર પ્રકાશ મલ્લાનો વોટ્સએપ નંબર +91 9205372734 જાહેર કરવામાં આવ્યો છે. પરિવારજનો આ નંબર પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકે છે. ભારતીય નાગરિકો સિવાય અન્ય દેશોના નાગરિકો માટે પણ દૂતાવાસે અલગ સંપર્ક વ્યવસ્થા કરી છે. તેમના માટે ફર્સ્ટ સેક્રેટરી દીપક ઘિમિરેનો વોટ્સએપ નંબર +91 9311130838 જાહેર કરવામાં આવ્યો છે. દૂતાવાસે લોકોને માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જ સંપર્ક કરવાની અપીલ કરી છે.

300થી વધુ ભારતીયો ગુમ હોવાનો દાવો

નેપાળના(Nepal) વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર, ફ્લેશ ફ્લડ બાદ 300થી વધુ ભારતીય નાગરિકો ગુમ થયાની માહિતી મળી છે. તેમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા આશરે 50 શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાં 37 એનઆરઆઈ હોવાની માહિતી પણ આપવામાં આવી છે. ચીનની સરહદ નજીક આવેલા ટિમુરે અને રસુવાગઢી વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. અચાનક આવેલા પૂરના કારણે અહીં થોડા જ સમયમાં ભારે નુકસાન થયું હતું અને અનેક લોકો મુશ્કેલીમાં ફસાયા હતા.

nepal

Nepal માં બચાવ કામગીરી તેજ

નેપાળ(Nepal) સરકારે રાહત અને બચાવ કામગીરી માટે સેના, પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને સ્થાનિક વહીવટીતંત્રને મેદાનમાં ઉતાર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ તેમજ જમીની માર્ગે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુમ થયેલા ભારતીયો અંગે માહિતી મેળવવા માટે પરિવારજનોને દૂતાવાસના જાહેર કરાયેલા અધિકૃત નંબરો પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા

આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા

આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત