Rajkot News: રાજકોટમાં ખાણીપીણીને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઈટ ચોક પાસે આવેલી ડોમિનોઝની શોપમાં (Domino’s Pizza Rajkot) પિત્ઝાના એક પીસમાંથી માખી મળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રાહકનો દાવો છે કે માખી પિત્ઝા બનાવતી વખતે જ તેમાં પડી હોવાથી ગરમીમાં મેલ્ટ થઈ ગઈ હતી. બીજી તરફ, શોપ તરફથી માખી પિત્ઝા તૈયાર થયા બાદ પડી હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો.
પિત્ઝા ખાતા યુવકને પીસમાં માખી દેખાઈ

ગઈકાલે રાત્રે એક યુવકે સેટેલાઈટ ચોક પાસેની શોપમાંથી પિત્ઝા ઓર્ડર કર્યો હતો. પિત્ઝા મળ્યા બાદ ખાવાનું શરૂ કરતાં એક પીસમાં તેને માખી જોવા (Food Safety ) મળી હતી. આ અંગે તેણે શોપના કર્મચારીને ફરિયાદ કરી હતી.
Domino’s Pizza Rajkot: વેપારીએ કહ્યું- માખી ઉપરથી પડી હશે
ગ્રાહકની ફરિયાદ સામે શોપ તરફથી માખી પિત્ઝા (Pizza Fly) તૈયાર થયા બાદ ઉપરથી પડી હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો. જોકે ગ્રાહકે બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે માખી મેલ્ટ થયેલી હોવાનું જણાવી રહ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હાલ તેમના સુધી આ અંગે કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ (Food Complaint) મળ્યા બાદ વીડિયોના આધારે તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: રી-ડેવલપમેન્ટના વિવાદમાં મહિલાઓને હેરાન કરવાનો આરોપ, રાણીપ પોલીસમાં બિલ્ડર સામે ફરિયાદ
આ પણ વાંચો: અમરેલી-ચોકી ખાખરીયા રોડ માટે રૂ.10 કરોડ મંજૂર, રિસરફેસિંગથી અનેક ગામોને લાભ
આ પણ વાંચો: પાટણમાં ગટરનું પાણી કેનાલ-તળાવ સુધી પહોંચ્યું! GPCBએ નગરપાલિકાને આપી કડક ચેતવણી
