Speech/ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે અમદાવાદમાં: AMA ખાતે બૌદ્ધિકો સાથે સંવાદ

ઇન્સ્પેક્ટરરાજ અને ભ્રષ્ટાચાર હવે વ્યાપારીઓને કનડશે નહી. તેને ખતમ કરવા જ ટેકનોલોજી નો ઉપયોગ વધારાઈ રહ્યો છે.

Ahmedabad Gujarat Trending
બગોદરા 11 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે અમદાવાદમાં: AMA ખાતે બૌદ્ધિકો સાથે સંવાદ
  • AMA ખાતે બૌદ્ધિકો સાથે સંવાદનો કાર્યક્રમ
  • નિર્મલા સીતારમણ કાર્યક્રમમાં ઉપસ્થિત
  • અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી
  • રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાજર
  • શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ ઉપસ્થિત
  • જીસીસીસાઈ ના પ્રમુખ નટુભાઈ પટેલ હાજર

આજ રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરતેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં AMA આયોજિત એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. અને બૌદ્ધિકો સાથે સંવાદ યોજશે. આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાજર, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, જીસીસીસાઈ ના પ્રમુખ નટુભાઈ પટેલ  વિગેરે હાજર રહેશે.

Maharastra / મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં પ્રશાસક અને ગુજરાતના માજી ગૃહમંત્રી પ્રફુલ પટેલ સામે શંકાની સોય..!

અહીં પોતાના પ્રવચનમાં  નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી ઝળપથી વિકસતું અર્થતંત્ર છે. કોરોનાકાળ ની શરૂમાં ભારત પાસે પીપીઇ કીટ અને વેન્ટીલેટર નહતા. વેકસીન ન હતી. હવે ભારત પીપીઇ કીટ, વેન્ટિલેટર અને વેકસીન એક્સપોર્ટ કરે છે. વિશ્વમાં 60 ટકા વેકસીનેશનમાં ભારતીય રસી વપરાય છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેકટરની શક્તિને ઓળખવાની જરૂર છે.

ઇન્સ્પેક્ટરરાજ અને ભ્રષ્ટાચાર હવે વ્યાપારીઓને કનડશે નહી. તેને ખતમ કરવા જ ટેકનોલોજી નો ઉપયોગ વધારાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3:30 વાગ્યે આઈઆઈએમ ખાતે ઈકોનોમિક્સ રિબાઉન્ડ નામના કાર્યક્રમમાં બજેટ મુદ્દે કરવામાં આવનાર ચર્ચામાં ભાગ લેશે.