Rajkot/ કોવિડ હોસ્પિટલની આગની ઘટનામાં 5 હોમાયા, ડે. CMએ બનાવ અંગે વ્યકત કર્યુ દુ:ખ

રાજ્યમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં અચાનક જ આગ લાગી હતી. આ ઘટનામાં 5 દર્દીના આગમાં હોમાતા મોત થયા હતા.

Gujarat Others
a 222 કોવિડ હોસ્પિટલની આગની ઘટનામાં 5 હોમાયા, ડે. CMએ બનાવ અંગે વ્યકત કર્યુ દુ:ખ

રાજ્યમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં અચાનક જ આગ લાગી હતી. આ ઘટનામાં 5 દર્દીના આગમાં હોમાતા મોત થયા હતા. આ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર લેતા હતા, ત્યારે ICUમાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી, ત્યારબાદ ભારે જહેમતે દર્દીઓને બહાર કાઢયા હતા.

આ પણ વાંચો: રાજકોટ આગની દુર્ઘટનાનો દોષનો ટોપલો મેયરે કુદરત પર ઢોળ્યો, જાણો શું કહ્યું ?

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને લઈને હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દુખ વ્યકત કર્યુ છે. આ ઘટના અંગે તેઓએ જણાવ્યું કે, ત્રણ માળની હોસ્પિટલના પહેલા માળે આગ લાગી હતી. જેમાં ત્રણ દર્દીના ઘટનાસ્થળે જ જ્યારે કે બે દર્દીના શિફ્ટિંગ દરમિયાન મોત થયા હતા. ઘટનાની મધરાતે જ સીએમ વિજય રૂપાણીએ માહિતી લઇ તપાસના આદેશ આપ્યા છે. અધિક અગ્ર સચિવ એ.કે.રાકેશ રાજકોટ જવા રવાના થયા છે.

આ પણ વાંચો: રાજ્યની કોરોના હોસ્પિટલો બની સ્મશાનગૃહ, 3 મહિનામાં આગની ઘટનામાં 13 દર્દીઓના મોત

વધુમાં તેમને કહ્યું, વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ આઇસીયુ વોર્ડમાં ફેલાયનો પ્રાથમિક અંદાજ હોવાનુ જણાવ્યુ હતુ. હોમટાઉન રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે મધરાતે જ સીએમ વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી. તેમણે સમગ્ર ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…