Not Set/ બેકાબૂ કોરોના કહેર વચ્ચે મૃત્યુ અંકા બાદ વેન્ટિલેટર પરના દર્દીના આંકમાં પણ તફાવત

દેશ – દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અને તેનો ચોક્કસ આંકડો તો આપવો માની શકાય કે મુશ્કેલ છે. પરંતુ મોતનો આંકડો અને વેન્ટીલેટર પર કેટલા દર્દી છે તે તો

Ahmedabad Gujarat
who updated its report on possible modes of covid 19 transmission coronavirus news in hindi 1595119698 બેકાબૂ કોરોના કહેર વચ્ચે મૃત્યુ અંકા બાદ વેન્ટિલેટર પરના દર્દીના આંકમાં પણ તફાવત

દેશ – દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અને તેનો ચોક્કસ આંકડો તો આપવો માની શકાય કે મુશ્કેલ છે. પરંતુ મોતનો આંકડો અને વેન્ટીલેટર પર કેટલા દર્દી છે તે તો ચોક્કસ રીતે આપી જ શકાય તે વાત દીવા જેવી ચોખ્ખી છે. પરંતુ ગઇ કાલે ગાંધીનગરમાં એમ્બ્યુલન્શમાં એક સાથે 4 મૃતદેહ બાદ ફરી કોરોનાનાં કારણે મરણજનાર લોકોની સામે આવતી રોજીંદી સંખ્યામાં વિસંગતતાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મૃતદેહ સામે હોય ત્યારે ફક્ત અને ફક્ત આંકડાનાં જોરે કોઇ પણ વ્યક્તિ કે તંત્ર તેમાં ઘટ કે વધ કરી શકે નહી તે દેખીતી વાત છે.

તમામ ચર્ચા અને સરકાર પર આંકડા છુપાવાનાં આક્ષેપો વચ્ચે ફરી એક વખત કોરોનાના વેન્ટિલેટર પરના દર્દીના આંકમાં તફાવત જોવામાં આવી રહ્યો છે. વહિવટી તંત્રના આંકડા મુજબ અમદાવાદમાં વેન્ટિલેટર પર 92 દર્દી છે. આહનાની માહિતી મુજબ અમદાવાદમાં વેન્ટિલેટર પર 208 દર્દીઓ છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસો.નો દાવો છે કે, અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી છે. સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાની માહિતી તંત્ર દ્વારા છુપાવાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો