Donation/ અંગદાન એ જીવનદાન..!! બ્રેઈનડેડ પતિના અંગોનું કોરોનાગ્રસ્ત પત્નીએ કર્યું દાન

અમદાવાદમાં અંગદાન અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી ઘટના સામે આવી છે…મહિલાના પતિ બ્રેઈન ડેડ થતાં તેમના અંગદાન કરવા માટે પત્નીએ સંમતિ દર્શાવી હતી. જો કે મહત્તવની વાત એ છે કે જ્યારે મહિલાના પતિનું

Gujarat Others
dation અંગદાન એ જીવનદાન..!! બ્રેઈનડેડ પતિના અંગોનું કોરોનાગ્રસ્ત પત્નીએ કર્યું દાન

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ….

અમદાવાદમાં અંગદાન અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી ઘટના સામે આવી છે…મહિલાના પતિ બ્રેઈન ડેડ થતાં તેમના અંગદાન કરવા માટે પત્નીએ સંમતિ દર્શાવી હતી. જો કે મહત્તવની વાત એ છે કે જ્યારે મહિલાના પતિનું મૃત્યુ થયું ત્યારે મહિલા કોરોનાની સારવાર હોસ્પિટલમા લઈ રહ્યાં હતા.

• મહિલા પોતે કોરાનાની સારવાર હોસ્પિટલમાં લઈ રહી છે
• હોસ્પિટલમાંથી આપી અંગદાનની સંમતિ

Questions About Organ Donation? We Have the Answers. | El Camino Health

અંગદાન એ જીવનદાન છે તે પંક્તિને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ભુપેન્દ્રસિંહ રાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. જો કે સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર થતાં ભુપેન્દ્રસિંહ રાવના લીવરનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહ રાવના પત્ની અગ્નેશ રાવ કોરોના સંક્રમિત હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમના પત્નીને પતિના મૃત્યુની જાણ થતા તેઓએ પતિના લીવરનું અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા સમંતિ દર્શાવીને માનવતાની મિશાલ ઉભી કરી છે.

• સિવિલ મેડિસિટીમાં 2019થી કાર્યકરત છે સોટો
• સોટો એટલે STATE ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION
• સોટા અંતર્ગત સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું પ્રત્યારોપણ કરાય છે
• બ્રેઈનડેડ, બ્રેઇન ડેડ દર્દીના કિડની, લીવર, હ્યદય , સ્વાદુપિંડ , પેશીઓનું પ્રત્યારોપણના ડોનેશન શક્ય
• યુવાઓના મોત બાદ પાંચથી છ વ્યતક્તિને જીવનદાન આપી શકાય છે

How Organ Donation Works | Right as Rain by UW Medicine
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019 થી SOTTO (STATE ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION) કાર્યરત છે. સોટો અંતર્ગત આઇ.સી.યુ.માં સારવાર લઇ રહેલા બ્રેઇન ડેડ દર્દીના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સધન કામગીરી થાય તે માટે કમીટી બનાવવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રત્યારોપણમાં સફળતા મળી છે. SOTTO અંતર્ગત બ્રેઇન ડેડ દર્દીના કિડની, લીવર, હ્યદય , સ્વાદુપિંડ , પેશીઓનું પ્રત્યારોપણના ડોનેશન શક્ય બનશે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગો થકી પાંચ થી છ વ્યક્તિને જીવતદાન આપી શકાય છે. આની સાથે કોર્નિયાનું ચક્ષુદાન, પેશીઓનું દાન કરી, ચામડીનુ દાન , બોન મેરો પ્રત્યારોપણ કરીને અન્ય વ્યક્તિની જીવનશૈલી સુઘારી શકાય છે.

બ્રેઇન ડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી શકાય તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલ દર્દીઓના સગાને અંગદાન પ્રત્યેની સચોટ માહિતી આપી સમજાવવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…