ચક્રવાત બિપરજોય/ વાવાઝોડાને લઈને ગુજરાતના કયા-કયા બંદરો પર લાગ્યા ચેતવણી સૂચક સિગ્નલો

બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના વિવિધ બંદરો પર ચેતવણીસૂચક સિગ્નલો લાગ્યા છે.  અહીં કયા બંદર પર કયા સિગ્નલ લાગ્યા છે તેની વિગત આપવામાં આવી છે. 

Top Stories Gujarat
Bipperjoy Signal વાવાઝોડાને લઈને ગુજરાતના કયા-કયા બંદરો પર લાગ્યા ચેતવણી સૂચક સિગ્નલો

બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના વિવિધ બંદરો પર Bipperjoy ચેતવણીસૂચક સિગ્નલો લાગ્યા છે.  અહીં કયા બંદર પર કયા સિગ્નલ લાગ્યા છે તેની વિગત આપવામાં આવી છે.

ઓખા
બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી Bipperjoy રહ્યા છે. સંભવિત વાવાઝોડાના પગલે ઓખા બંદર ઉપર 10 નંબરનું (ગ્રેટ ડેન્‍જર વોર્નીગ) સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે તેમ બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ઓખા બંદર દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

જામનગર

જામનગરમાં મહાભયંકર ચેતવણી સુચક 10 નંબરનું સિગ્નલ ચડાવાયુ છે. બિપરજોય વાવાઝોડુ કલ્‍પનાતીત ભયાનક બની સૌરાષ્‍ટ્ર – કચ્‍છ તરફ આગળ વધી રહ્યુ છે

કંડલા

દેશના મહાબંદર કંડલા પોર્ટ ઉપર અતિ ભયસૂચક 9 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. બિપોરજોય વાવાઝોડાના સંભવિત સંકટ પૂર્વે સાવચેતીના પગલારૂપે કંડલા પોર્ટ ઉપર તમામ કામકાજ બંધ હોવાનું ચેરમેન એસ.કે. મહેતા અને પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્‍યું છે.

જખૌ

બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના મહત્વના મંદર જખૌ ખાતે પણ ચેતવણીસૂચક સિગ્નલ નવ લગાવવામાં આવ્યું છે.

માંડવી

બિપરજોય વાવાઝોડું માંડવીથી કરાચી સુધીના વિસ્તારને Bipperjoy આવરી લઈ શકે છે. તેના પગલે માંડવીમાં પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

મુંદ્રા

મુંદ્રા ખાતેનું બંદર ખાસ કરીને અદાણીના લીધે વધુ જાણીતું છે. આ ઉપરાંત તે ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી પણ ધમધમે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બધી જ ઔદ્યોગિક તથા બંદરલક્ષી પ્રવૃત્તિ બંધ કરી સલામત સ્થળે ચાલ્યા જવાનું કહેવું છે અને તેને અતિ ભયજનક નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ન્યુ કંડલા

બિપરજોય વાવાઝોડાના પગલે ન્યુ કંડલા તરીકે Bipperjoy જાણીતા આ બંદરને પણ અતિભયજનક નવ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તેની સાથે નવા વહાણોને ન લાંગરવા દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

નખલવી

બિપરજોય વાવાઝોડાના પગલે નખલવી બંદરની બધી પ્રવૃત્તિઓ થંભાવી દેવામાં આવી છે. તેને અતિભયજનક નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં તેણે ભાગ્યે જ આવું સિગ્નલ લગાવ્યું છે.

સલાયા

બિપરજોય વાવાઝોડાના પગલે દરિયામાં ઉછળતા વીસ-વીસ ફૂટ જેટલા મોજા અને પ્રતિ કલાક 150થી પણ વધુ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનના પગલે સલાયા બંદર શટડાઉનની સ્થિતિમાં છે. બધી જ કામગીરી થંભાવી દેવામાં આવી છે. તેને અતિ ભયજનક નવ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર કચ્‍છ, જામનગર, Bipperjoyમોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં 13-15જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અહીં ખૂબ જ વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા સાથે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતને પગલે, દરિયા કિનારે રહેતા લગભગ 1,500 લોકોને સલામતી માટે આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્‍યા છે. વળી દરિયાકાંઠાના વિસ્‍તારોના માછીમારોને 15 જૂન સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્‍ટર અશોક એસ હરમાએ જણાવ્‍યું હતું કે જિલ્લાની તમામ શાળાઓમાં 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. ‘હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 થી 15 જૂન સુધી દેવભૂમી દ્વારકામાં પવનની ઝડપ ૧૨૫kmph સુધી પહોંચી શકે છે. ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. અમે આ અંગે સાવચેત છીએ

 

આ પણ વાંચોઃ બિપરજોય/પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/હર્ષ સંઘવીએ દ્વારકાના લોકો માટે અનાજનો પુરવઠો સુનિશ્ચિત કર્યો

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ગુજરાત પર મુસીબત બનીને ત્રાટકી શકે બિપરજોય વાવાઝોડું

આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડા/વાવાઝોડાના પગલે CM ભૂપેન્દ્ર પટેલ એકેશનમાં, તૈયારીઓની કરી સમીક્ષા

આ પણ વાંચોઃ Kutch-Cyclone/કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી