Not Set/ કેમ માણસો ઉપરથી ચલાડવામાં આવે છે ગાયોને, જુવો વર્ષો જૂની ગાયગોહરીની પરંપરા

દાહોદ, દાહોદ જીલ્લામાં દર વર્ષે બેસતા વર્ષે ધામધૂમથી ગાય ગોહરી ઉજવાય છે. વર્ષોથી ચાલતી આવતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજાએ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવી હતી અને આ ગાયગોહરી જોવા ગામ પરગામથી મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડ્યું હતું. ગાય ગોહરીમાં પેહલા ગાયોને રંગોથી રંગવામાં આવે છે અને ત્યાર બાદ […]

Top Stories Gujarat Others Videos
mantavya 1 52 કેમ માણસો ઉપરથી ચલાડવામાં આવે છે ગાયોને, જુવો વર્ષો જૂની ગાયગોહરીની પરંપરા

દાહોદ,

દાહોદ જીલ્લામાં દર વર્ષે બેસતા વર્ષે ધામધૂમથી ગાય ગોહરી ઉજવાય છે. વર્ષોથી ચાલતી આવતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજાએ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવી હતી અને આ ગાયગોહરી જોવા ગામ પરગામથી મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડ્યું હતું.

ગાય ગોહરીમાં પેહલા ગાયોને રંગોથી રંગવામાં આવે છે અને ત્યાર બાદ અલગ અલગ ફુમતાઓથી તેને શણગાર કરી અને મોર પીંછના મુગટ બનાવી પહેરવામાં આવે છે અને ત્યાર બાદ તેની પૂજા કરવામાં આવે છે.

ગાય ગોહરી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ ની એક વર્ષો જૂની ચાલી આવતી પરંપરાનો તહેવાર છે . જે પરંપરા મુજબ આદિવાસીઓ એવું મને છે કે તેઓ આખું વર્ષ ગાય – બળદ રાખી ખેતી કરે છે.

તે દરમિયાન તેમનાથી ગૌવંશ ને મારી દેવાયું હોય કે કોઈક રીતે તેને તકલીફ પહોંચાડવામાં આવી હોય તે બદલ આ દિવસે આ રીતે ગૌમાતાનું પૂજન કરી બઝારમાં લાઇ ને નીકળે છે અને રસ્તાઓ ઉપર થોડી થોડી વારમાં અલગ અલગ વ્યક્તિઓ સુઈ જય છે અને તેમના ઉપરથી ગાયો ચલાવડાવે છે અને તે એવું માને છે કે આખા વર્ષના તેના કરેલા પાપ દૂર થયા. આમ વર્ષોથી દાહોદ જિલ્લામાં ગરબાડા,ગાંગરડી,દાહોદ,જેસવાડા,ચાંદાવાડામાં ગે ગૌહરી પાડવામાં આવે છે.