IND vs SA Test Series/ ખરાબ પ્રકાશને કારણે બીજા દિવસે પણ મેચ વહેલી સમાપ્ત કરાઇ,આફ્રિકાએ પાંચ વિકેટે 256 રન બનાવીને 11 રનની લીડ મેળવી

ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

Top Stories Sports
8 1 11 ખરાબ પ્રકાશને કારણે બીજા દિવસે પણ મેચ વહેલી સમાપ્ત કરાઇ,આફ્રિકાએ પાંચ વિકેટે 256 રન બનાવીને 11 રનની લીડ મેળવી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાઈ રહી છે. ભારતે પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા છે. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે સ્ટમ્પ સુધી 66 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા છે. ત્રીજા સેશનમાં ખરાબ  પ્રકાશના કારણે ફરી એકવાર રમત વહેલી ખતમ કરવી પડી હતી. ડીન એલ્ગર (140) અને જેન્સન (3) ક્રિઝ પર ઉભા છે. ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા, જેના કારણે દક્ષિણ આફ્રિકા હવે 11 રનથી આગળ છે.

દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવની શરૂઆતમાં જ આંચકો લાગ્યો હતો. મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં એડન માર્કરામને કેચ આઉટ કરાવ્યો હતો. એડને 17 બોલમાં પાંચ રન બનાવ્યા હતા. બુમરાહે જ્યોર્જીને આઉટ કર્યો હતો. ટોની જ્યોર્જી 28 રન બનાવીને આઉટ થયો હતો. કીગન પીટરસન માત્ર બે રન બનાવી શક્યો હતો. ડેવિડ બેડિંગહામ 50 રન બનાવીને આઉટ થયો હતો. કાયલ વોરેન માત્ર 4 રન બનાવી શક્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

વરસાદના કારણે બીજા દિવસની રમત થોડી વિલંબ સાથે શરૂ થઈ હતી. બીજા દિવસે ભારતે આઠ વિકેટે 208 રનથી રમવાનું શરૂ કર્યું હતું. કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજે સ્કોરને 238 રન સુધી પહોંચાડ્યો હતો. સિરાજ પાંચ રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ કેએલ રાહુલે સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી. કેએલ રાહુલની આ ઈનિંગ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે, કારણ કે તેણે જે રીતે દબાણમાં આ ઈનિંગ રમી તે દર્શાવે છે કે બેટ્સમેન કેએલ રાહુલ કયા સ્તરનો છે. કેએલ રાહુલ 101 રન બનાવીને નંદ્રે બર્જરનો શિકાર બન્યો અને આ રીતે ભારતીય ટીમ 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.