Not Set/ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા કરાયું હતું દબાણ

  અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પીટલમાં કોરોના ના 8 દર્દીઓ જીવતા ભૂંજાયની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં આ ઘટના અંગે એક મોટો ખુલાસો હોસ્પિટલ તરફથી સામે આવ્યો છે. શ્રેય  હોસ્પિટલને કોવિદ સેન્ટર ઊભું કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલને દબાણ કરાયું હતું. નોધનીય છે […]

Ahmedabad Gujarat
4e14bf971a1ef484d10720ad90135338 શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા કરાયું હતું દબાણ
4e14bf971a1ef484d10720ad90135338 શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા કરાયું હતું દબાણ 

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પીટલમાં કોરોના ના 8 દર્દીઓ જીવતા ભૂંજાયની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં આ ઘટના અંગે એક મોટો ખુલાસો હોસ્પિટલ તરફથી સામે આવ્યો છે. શ્રેય  હોસ્પિટલને કોવિદ સેન્ટર ઊભું કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલને દબાણ કરાયું હતું.

નોધનીય છે કે, 20 મે 2020ના રોજ શ્રેય હોસ્પિટલ સહિત  શહેરની 13  હોસ્પિટલો ને AMC દ્વારા નોટિસ અપાઈ હતી. અને કોવિડ સેન્ટર ઉભું નહિ કરે તો કાયદેસર ની કાર્યવવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

શ્રેય હોસ્પિટલ દ્વારા  હોસ્પિટલમાં કોવિડ કેર ઉભુ ન કરવા લેખિતમાં 15 કારણો આપવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, અપૂરતો સ્ટાફ, વધુ વેન્ટિલેટરનો અભાવ સહિતના 15 કારણો આપ્યા હતા.

list શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા કરાયું હતું દબાણ

તો વધુમાં હોસ્પિટલના બિલ્ડીંગમાં માત્ર નીચેનો માળ જ કોમર્શિયલ હતો. બાકીના 3 માળ રેસિડેન્ટ હોવા છતાં AMC ની રહેમ હેઠળ બિલ્ડીંગ કાયદેસર કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 મા શ્રેય હોસ્પિટલે રૂ 90 લાખ ઈંપેક્ટ ફી ભરી બિલ્ડીંગ ને કાયદેસર કર્યું હતું.  20 વર્ષ સુધી ગેરકાયદેસર બિલ્ડીંગમા AMC એ કોઈ જ કાર્યવાહી ના કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.