Gujarat/ અમદાવાદમાં કોરોનાનો કહેર, કર્ણાવતી ક્લબના CEO સુધી પહોંચ્યો કોરોના

અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. સાથે સાથે આ મહામારીમાં અનેક નામાંકિત લોકો પણ આવી ગયા છે,

Top Stories Ahmedabad Gujarat
a 58 અમદાવાદમાં કોરોનાનો કહેર, કર્ણાવતી ક્લબના CEO સુધી પહોંચ્યો કોરોના

અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. સાથે સાથે આ મહામારીમાં અનેક નામાંકિત લોકો પણ આવી ગયા છે, ત્યારે હવે શહેરના સૌથી પોશ ક્લબ એવા કર્ણાવતી ક્લબમાં હવે કોરોનાનો ફરીથી પગપેસારો થયો છે.

આ દરમિયાન હવે કર્ણાવતી ક્લબના CEO અને પ્રેસિડેન્ટ સહિત 8 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, આ બાબત અંગે ક્લબના કેટલાંક સભ્યોને આ અંગે ખબર નથી અને તેઓ ક્લબની નિયમિત મુલાકાત લઈ રહ્યા છે.

બીજી તરફ આ સંકટમાં પરિસ્થિતિ એટલી ગંભીર હોવા છતાં ક્લબમાં આશરે 15,000 જેટલા મેમ્બર્સને રવિવાર સુધી ઓફિશિયલી જાણ કરવા તેમજ સાવચેતી રાખવામાં નિષ્ફળ રહી છે. ત્યારબાદ અંતે મંગળવારે નવા કેસોની શરૂઆત થયા બાદ શુક્રવારે બપોરે ઓફિસ બંધ કરવામાં આવી હતી.

ત્યારે હવે સવાલો ઉભા થાય છે કે, ગુરુવાર સુધી ક્લબના સભ્યોને સ્ટાફના કોરોના ટેસ્ટ અને ઓફિસ બંધ કરવા અંગે કેમ જાણ કરવામાં નહોતી આવી ? તેવો સવાલ કરતા કર્ણાવતી ક્લબ સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું હતું કે, ‘સભ્યો ઓફિસ એરિયા સાથે કનેક્ટેડ નથી કારણે કે બધુ ઓનલાઈન થાય છે. તેઓ સીધા જિમ અને જોગિંગ ટ્રેક પર જાય છે તેથી તેઓ ઓફિસ સાથે બિલકુલ કનેક્ટેડ નથી. અમે તેઓ બિનજરૂરી ગભરાય તેવું નહોતા ઈચ્છતા હતા. જો કે, અમે તેમને સોમવાર સુધીમાં ઓફિસ બંધ થવા અંગે મેસેજ મોકલીશું.’