Cyclone Biparjoy/ બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારો વરસ્યો વરસાદ

પાટણ, જામનગર,  સાબરકાંઠા, પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે માંડવીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

Gujarat Others Trending
વરસાદ

બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છની આસપાસના જિલ્લામાં પણ વાવાઝોડાની અસરના કારણે વરસાદ પડ્યો હતો પાટણ, જામનગર,  સાબરકાંઠા, પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે માંડવીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-150 કી. મી કલાકની રહેશે. તેમજ અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.  લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે. દ્વારકા, ઓખા,  રાજકોટ,  જૂનાગઢમાં ભારે વરસાદ પડશે. સ્કાયમેટે જણાવ્યું કે, આજે ગુજરાત પર વાવાઝોડું ટકરાશે.

વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 130થી 140ની કિમીની હશે. દરિયા કિનારા પર પવન વધુ ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા, પોરબંદર, ઓખામાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યારે વાવાઝોડામાં પવનની ગતિ 170 કિમી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે. વૃક્ષો ધરાશાયી થશે, વીજપોલને નુકસાન થશે.

ચક્રવાતની તીવ્રતાના કારણે જે વિસ્તારોને વધુ અસર થવાની સંભાવના છે તેમાં કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. ચક્રવાત, જેને હાલમાં 120 થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ‘ખૂબ ગંભીર’ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, તે આ પ્રદેશોમાં નોંધપાત્ર વિનાશ સર્જે તેવી શક્યતા છે.