Fake Medicine/ સાબરકાંઠામાં આશાપુરા મેડીકલ એજન્સી નકલી દવા મામલે માલિક સામે નોંધ્યો ગુનો

11 દિવસ પહેલા ડ્રગ વિભાગ દ્વારા હિંમતનગર શહેરમાં આવેલા ગીરધરનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ડ્રગવિભાગને દરોડામાં આશાપુરા મેડીકલ એજન્સીમાંથી મોટી માત્રામાં નકલી દવાનો જથ્થો મળતા ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.

Gujarat
YouTube Thumbnail 30 સાબરકાંઠામાં આશાપુરા મેડીકલ એજન્સી નકલી દવા મામલે માલિક સામે નોંધ્યો ગુનો

સાબરકાંઠામાં નકલી દવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી. હિંમતનગર શહેરમાં નકલી દવાનો  મોટો જથ્થો પકડાયો. નકલી દવાઓનું વિતરણ થતું હોવાની બાતમી મળતા વિવિધ સ્થાનો પર રાજ્યના ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 11 દિવસ પહેલા ડ્રગ વિભાગ દ્વારા હિંમતનગર શહેરમાં આવેલા ગીરધરનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અચાનક રાત્રે અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવતા વેચાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓએ ટીમ બનાવી રાજ્યના વિવિધ સ્થાનો પર દર દરોડા પાડી નકલી દવાના વેચાણના પર્દાફાશ કર્યો. દરમ્યાન ડ્રગવિભાગને દરોડામાં આશાપુરા મેડીકલ એજન્સીમાંથી મોટી માત્રામાં નકલી દવાનો જથ્થો મળ્યો. તમામ દવાઓના જથ્થાની ચકાસણી કર્યા બાદ નકલી દવાના જથ્થો સીઝ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ આ મામલે મીડિયાને દરોડા સંબંધિત સત્તાવાર માહિતી આપી નથી. એક સૂત્રની માહિતી મુજબ આશાપુરા મેડિકલ એજન્સી પરના દરોડામાં 5 બ્રાન્ડની 22.95 લાખનો નકલી દવાઓનો ઝડપાયો જથ્થો. વિભાગે દવાનો જથ્થો જપ્ત કરવા ઉપરાંત એજન્સીના માલિક,અને દવા આપનાર સહીત 4 સામે પોલીસ ફરિયાદ નોંધી.

હિંમતનગર શહેરમાં આવેલા ગીરધરનગર વિસ્તારમાં પાડેલ અધિકારીઓએ મેડિકલ એજન્સીમાં શંકાસ્પદ તમામ દવાઓના જથ્થાની ચકાસણી કરી હતી. ત્યારબાદ વિશાળ દવાઓનો જથ્થો સીઝ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આશાપુરા મેડીકલ એજન્સીમાંથી મળી આવેલ નકલી દવા સુરતથી લાવવામાં આવતી હતી. ત્યારબાદ આ નકલી દવાનુ આશાપુરા મેડીકલ દ્વારા વેચાણ કરાતું હતું.  11 દિવસ પહેલા રાજ્યના ડ્રગ વિભાગે દરોડાની કામગીરી હાથ ધરતા આશાપુરા મેડિકલ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં નકલી દવાનો જથ્થો ઝડપાયો. પોલીસે પંચનામું કરી ચારેય આરોપી સામે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 સાબરકાંઠામાં આશાપુરા મેડીકલ એજન્સી નકલી દવા મામલે માલિક સામે નોંધ્યો ગુનો


આ પણ વાંચો : Mumbai/ મુકેશ અંબાણીને ફરી મળી ધમકી, પરિણામ ભોગવવાની આપી ચેતવણી

આ પણ વાંચો : Israel Hamas War/ હવે ઈઝરાયલે ગાઝા પટ્ટીના લોકોના પેટમાં લાત મારી, ‘વર્ક પરમિટ’ રદ કરી અને હજારો કામદારોને પાછા મોકલી દીધા

આ પણ વાંચો : Ukraine President/ ઝેલેન્સકીએ પુતિનને સંદેશો આપ્યો! “રશિયા કિવ ઇચ્છતું હતું, પરંતુ તેને ભાગી જવું પડ્યું