Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Election/ ચૂંટણી પહેલા જ ખાતું ખોલી નાખી રાજકીય શતરંજમાં ભાજપની જીત

ચૂંટણી પહેલા જ ખાતું ખોલી નાખી રાજકીય શતરંજમાં ભાજપની જીત, આ બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાઈ ચૂકયો છે.

February 16, 2021February 16, 2021padma prajay
Gujarat Others Trending

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓનો પ્રચાર ચાલુ છે અને ચૂંટણી યોજાય તે પહેલાં જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અનેક બેઠકો ઉપર ભાજપે કબજો જમાવ્યો છે. આ બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાઈ ચૂકયો છે.

સુરત જિ. પં.ની ચૂંટણીમાં કામરેજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ બન્યા છે. ભાજપના ઉમેદવાર સુમનબેન  બિનહરીફ બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન વસાવાએ ફોર્મ પરત ખેંચ્યુ છે.

ઝાલોદ ન.પા. ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેચતા ભાજપની જીત  થઈ છે. વોર્ડ નંબર 5મા ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર વરસીંગભાઈ કટારાએ ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર બીન હરીફ બન્યું છે.

બોટાદની રાણપુર જિ.પં.ના ઉમેદવાર બિનહરીફ  ચૂંટાયા છે. ભાજપના ઉમેદવાર કેશુભાઈ પંચાળા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

પાટણની સાંતલપુર તા.પં.ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  તેજલબા જાડેજા બિન હરીફ બન્યા છે. કોંગ્રેસના અશોકબા જાડેજાએ ફોર્મ પરત ખેચ્યું છે.

સુરતની ચોર્યાસી તા.પંચાયતની કવાસ બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરિફ ચૂંટાયા છે. આસ્તિક બાબુભાઇ પટેલ બિનહરીફ બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર વસંતભાઈએ ફોર્મ પરત ખેંચ્યુ છે. ચોર્યાસી તા.પં.માં 16 બેઠકમાંથી ત્રણ બેઠક બિનહરીફ થઇ છે. 3 બેઠક ભાજપના ફાળે થઈ છે.

સુરતની બારડોલી તા.પં.ની ચૂંટણી માં ખોજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ બન્યા છે. ભાજપના ઉમેદવાર વૈશાલી બેન કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરટ ખેંચતા બિન હરીફ બન્યા છે.

સુરતની ઓલપાડ તા.પં.ની 5 બેઠક બિનહરીફ બની છે.  ઓલપાડ તા.પંની પાંચેય બેઠક ભાજપને ફાળે  ગઈ છે. હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ઓલપાડની  પિંજરત ,ઓલપાડ 1,અરિયાણા, દાંડી, પિંજરત તાલુકા પંચાયત બિન હરીફ બની છે.

આ ઉપરાંત અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની બે, કચ્છની ભૂજ તાલુકા પંચાયતની એક, જૂનાગઢ તાલુકા પંચાયતની એક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની બે તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની એક તથા થાનગઢ તાલુકા પંચાયતની પાંચ બેઠક પર ભાજપે બિન હરીફ કબજો જમાવ્યો છે.

ભૂજ નગરપાલિકાની બે તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા આ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે. ચૂંટણી અગાઉ જ ખાતું ખોલી નાખી રાજકીય શતરંજમાં જીત મેળવી છે.

દ્વારકા જિલ્લામાં ભાજપા બિનહરીફ ઉમેદવારો
૧)બરડીયા જિલ્લા પંચાયત સીટ-રમાબેન લુણાભા સુમણીયા
૨)ઓખા નગરપાલિકા વોર્ડ નંબર-9 જગદીશભાઈ રામજીભાઈ ચાનપા
૩)મીઠાપુર-૨ તાલુકા પંચાયત અશોકભાઈ ભાણાભાઈ પટેલ
૪)ટુપણી તાલુકા પંચાયત-સંતોકબેન કાનાભા સુમણીયા
૫)ધરાસણવેલ તાલુકા પંચાયત-રાજુબેન ભીખાભા સુમણીયા
૬)પોષીત્રા તાલુકા પંચાયત-કનૈયાભા હીરાભા માણેક

Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

જામનગર / ભાજપના ઉમેદવારો પ્રચાર કરી કોરોના ફેલાવી રહ્યાનો કર્યો આક્ષેપ, 7 દિવસ કોરોન્ટાઇન કરવાની કરી માંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

WhatsApp માં વીડિયો કોલ મારફતે નગ્ન વીડિયો રેકોર્ડ કરી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ
ભારત મંત્રાલયના નિવૃત અધિકારીના ઘરે તસ્કરોએ લીધી મુલાકાત, 3.80 લાખ ગાયબ

More Posts

Ropeway service will be inaugurated at Vaishnodevi on the birth anniversary of Atalji

Not Set/ અટલજીના જન્મદિને યાત્રા ધામ વૈષ્ણોદેવી ખાતે રોપ-વેનું કરાશે ઉદઘાટન

December 22, 2018harshjit jani
BJP worker dies in Rajkot district panchayat campus

Not Set/ સત્તાની સાંઠમારી: રાજકોટ જિલ્લા પંચાયતમાં પરિસરમાં BJP કાર્યકરનું મોત

July 27, 2018July 27, 2018harshjit jani

Ahmedabad News/ કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

May 21, 2024jani

Indian Idol 12/ યોડેલિંગ ક્વીન સન્મુખપ્રિયાની માતાએ કહ્યું, અમારા બંનેની સફળતા પાછળ મારા પતિનો હાથ,જુઓ વીડિયો

June 20, 2021June 20, 2021Bhavini vasani
બાઇક પર સવાર 7 લોકો, વીડિયો જોઈને તમે ચોંકી જશો, લોકોનો રોષ ફાટી નીકળ્યો

Viral Video/ બાઇક પર સવાર 7 લોકો, વીડિયો જોઈને તમે ચોંકી જશો, લોકોનો રોષ ફાટી નીકળ્યો

January 8, 2022padma prajay

Not Set/ શું અલ્પેશ ઠાકોર “મિશન રાજ્યસભા” પર ? ભાજપ દ્રારા રાજ્યસભાની 1 બેઠક બચાવવાની કવાયતો શરૂ?

May 28, 2019May 28, 2019Bhavesh Vyas

Bombay High Court/ હું મારા પતિ સાથે રહેવા માંગુ છું, છૂટાછેડા રદ કરો માઈલોર્ડ; મહિલાની દલીલ સાંભળીને જજ કેમ ગુસ્સે થયા?

May 2, 2024Maya Sindhav
Navratri Garba

#Navratri_Special/ નવરાત્રિમાં રાજ્ય સરકારના આ નિર્ણયથી ખૈલૈયાઓ અને નાના વેપારીઓને થઈ મોજ

October 18, 2023jani

Not Set/ પંચમહાલ / વિદ્યાર્થિનીનો પગ લપસતા કેનાલમાં ગરકાવ, શોધખોળ ચાલુ..

January 22, 2020padma prajay

Not Set/ અમદાવાદ/ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પોલીસ જાપ્તા સાથે AMC સામાન્ય સભામાં હાજરી આપી, સભામાં હોબાળો

January 29, 2020January 29, 2020padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy