Ahmedabad News/ ગર્ભવતી પત્ની સમલૈંગિક મિત્ર પાસે રહેવા જતી રહી : પતિની હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ પર હાજર થઈ અને કહ્યું- મિત્ર સાથે જ રહેવું છે

કોર્ટ સમક્ષ રજૂઆત થઈ હતી કે પત્ની પોતાની સમલૈંગિક સ્ત્રીમિત્ર સાથે રહેવા જતી રહી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં બનેલા એક બનાવમાં સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની સમલૈંગિક મિત્ર પાસે રહેવા માટે જતી રહી હતી. જેને પગલે પતિએ પોતાની પત્ની માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. પતિનું કહેવું હતું કે તેની પત્ની 7 મહિનાનો ગર્ભ ધરાવે છે. તે ઓક્ટોબર મહિનાના અંતથી ગાયબ છે. તેને એક મહિનો ઉપર થઈ ગયો છે. આ સંદર્ભે ચાંદખેડા પોલીસ મથકે તેણે ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો, જોકે તેની પત્ની મળી નથી. તેને ખબર છે કે તેની પત્ની તેની એક સ્ત્રીમિત્ર સાથે છે, જેને ગેરકાનૂની રીતે ગોંધી રાખવામાં આવી છે.

હાઇકોર્ટે પતિની અરજી પર પત્નીને કોર્ટમાં ઉપસ્થિત કરવા પોલીસને આદેશ આપ્યો હતો. આ મેટર જજની ચેમ્બરમાં ચાલી હતી, જ્યાં પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી સ્ત્રીમિત્ર સાથે રહે છે. તેનો પતિ તેને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો, જેથી તે પોતાની સ્ત્રીમિત્ર સાથે રહેવા ચાલી ગઈ હતી. તેને આઝાદીપૂર્વક જીવવા દેવામાં આવે. કોર્ટે નોંધ્યું હતું કે પત્ની જ્યારે પોતાની મરજીથી સ્ત્રીમિત્ર સાથે રહેવા માગે છે ત્યારે તેને ગેરકાનૂની રીતે ગોંધી રખાઈ નથી. તે પુખ્ત અને સ્વતંત્ર છે, તેને રહેવું હોય ત્યાં રહી શકે છે. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બાબતમાં કોર્ટ સમક્ષ રજૂઆત થઈ હતી કે પત્ની પોતાની સમલૈંગિક સ્ત્રીમિત્ર સાથે રહેવા જતી રહી છે. પત્નીને લેસ્બિયન મિત્રે પોતાની તરફ આકર્ષિત કરી હતી. પત્નીની લેસ્બિયન મિત્ર બેંગલુરુમાં રહે છે અને તે પરત પતિ સાથે રહેવા માગતી નથી, જોકે હવે પત્નીની ઈચ્છા જાણ્યા બાદ પતિને હાથ ઘસતાં હાઇકોર્ટથી પરત ફરવું પડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વિજળી યોજના હેઠળ કપડવંજનું સુકી ગામ ખેડા જિલ્લાનું પ્રથમ સોલર વિલેજ

આ પણ વાંચો: ખેડાના વણાકબોરી પાવર સ્ટેશન નજીક દીપડાની દહેશત યથાવત

આ પણ વાંચો: TV પર સતત ખ્યાતિકાંડના ન્યૂઝ જોવાનું ભારે પડ્યું : ખેડાના ફાર્મહાઉસના એક રૂમમાંથી ઝડપાઈ ગયા