Kheda News : ખેડાના વણાકબોરી પાવર સ્ટેશન નજીક દીપડાની દહેશત હજી પણ યથાવત છે. જેને કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયેલો છે. કારણકે એક દીપડો પાંજરે પુરવામાં આવ્યો હતો. પરંતુ બીજા દીપડાએ ખૌફ યથાવત રાખ્યો છે. સવારે એક દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. પરંતુ સાંજે બીજો દીપડો ફરતો દેખાયો હતો.
આ બીજો દીપડો ફરતો ખયો હોવાના વિડીયો પણ વાયરલ થયા છે. જેને કારણે થર્મલ વિસ્તાર આસપાસના ગામોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાજરુ પણ મુકવામાં આવ્યું છે.