Surat News : સુરતના પલસાણાના જોળવા ખાતે ઼્રમફાટવાની દુર્ઘટનામાં પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી છે.આ સમગ્ર મામલે પલસાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને ચાર શખ્સોની અચક કરાઈ હતી.આ ચકચારભરી ઘટના ગત 1 સપ્ટેમ્બરે સંતોષ મિલમાં બની હતી.
જેમાં ડ્રમ ફાટતા 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત અન્ય 7 શ્રમિકોના સારવાર દરમિયાન મોત થયા હતા.આ દુર્ઘટનામાં સંતોષ મિલમાં કામ કરતા કુલ 9 કામદારોના મોત નિપજ્યા હતા. આ બનાવમાં ફેકટરી ઇન્સ્પેકટરના રિપોર્ટ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જેમાં ફેકટરી ઇન્સ્પેકટરનો ડ્રમ ખામી યુક્ત હોવાનો ચકચારી રિપોર્ટ આવ્યો હતો.
અંતે પલસાણા પોલીસે સદોષ માનવ વધનો ગુનો નોંધી તપાસ આદરી છે. જેમાં પલસાણા પોલીસે માલિક, ડ્રમ ઓપરેટર, મેન્ટન્સ એન્જીનીયર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આમ પોલીસે મિલ માલિક સહિત 4ની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
