Ahmedabad News/ ગોતામાં HMP વાયરસનો પ્રથમ કેસ, ચાર વર્ષનું બાળક સંક્રમિત : અમદાવાદમાં કુલ 7 કેસ

બાળકને ખાંસી-શરદીની અસર જોવા મળતા પરિવારે HMPનો રિપોર્ટ કરાવ્યો હતો

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતમાં HMPV વાયરસના અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ આવ્યો છે. જી હો…ગોતામાં ચાર વર્ષનું બાળક HMP વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બાળકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકને ખાંસી-શરદીની અસર જોવા મળતા પરિવારે HMPનો રિપોર્ટ કરાવ્યો હતો.

જે પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં HMPVના કુલ સાત કેસ નોંધાયા છે. જેમાંથી ચાર અમદાવાદના અને ત્રણ બહારના દર્દીઓ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે.

તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરા (HMPV) ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈન્સ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને કલુનો સમાવેશ થાય છે.

શું કરવું (Do’s):

જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરરા કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
પ્રબળ પ્રતિરોધક શતિ માટે પૂરતી ઊંઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું (Don’ts):

આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ. માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા