Surat News : સુરતમાં તલવાર લઈને નીકળનાર યુવકનુ નીકળી ગઈ બધી હવા, પોલીસે ધરપકડ કરીને પાઠ શીખાવ્યા ત્યારબાદ આજે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ, જેમા આરેપી દ્વારા જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી, અને આરોપીએ જાહેરમાં કહ્યું કે, ‘મારી ભૂલ થઈ, મેં પોલીસ પર હાથ ઉપાડ્યો’, ‘બધાના ચાળા કરજો પણ પોલીસના નહિ’ આરોપી પાસેથી ઘટનાની વિગતો મેળવવા આજે સુરત પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના પલસાણાના બારસડી ગામમાં 28 જાન્યુઆરીએ ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે કોઈ કારણસર યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલપ્રેમી યુવતીના ગામ ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો. જ્યાં ઉશ્કેરાયેલા યુવકે પોલીસકર્મીને માથામાં તલવાર મારી લોહીલુહાણ કરી દીધો હતો. આખરે PI વી. એલ. ગાગિયાની સૂઝબૂઝથી યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથક લઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બીજા દિવસે પોલીસે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં આરોપીએ ગ્રામજનો અને પોલીસની જાહેરમાં માફી માગી હતી. તેણે જણાવ્યું હતું કે, મારી ભૂલ થઈ કે મેં પોલીસ પર હાથ ઉપાડ્યો, મને માફ કરી દો. તેણે વધુમાં કહ્યું કે, બધાના ચાળા કરજો પણ પોલીસના ચાળા કરતાં નહિ.
સુરતના પલસાણા તાલુકા બારાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને ફેસબુકથી એકબીજા નજીક આવ્યાં હતાં, જોકે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો. સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. પોલીસે મહામહેનતે આરોપીને પકડીને તેની ધરપકડ કરી હતી.
યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઇને સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોએ આ ઘટના જોઈને પલસાણા પોલીસને જાણ કરી હતી. મળેલી ફરિયાદને લઇને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી દીધી હતી એને લઇને હાજર પોલીસકર્મી લોહીલુહાણ થઈ જતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ માથા ફરેલા યુવકના આંતકને લઇને પલસાણા પોલીસ મથકના PI વી. એલ. ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક ન સમજતાં આખરે રિવોલ્વર કાઢી હતી છતાં યુવક ટસનો મસ ન થયો હતો પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો. એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના PI વી. એલ ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલાં પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઇ ગયા હતા. ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઇ ગયેલા યુવકએ કરેલ કાંડ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 1.5 કલાક જેટલા લાંબા સમય ગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતાં હાજર સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: પ્રેમિકાએ વાત બંધ કરતાં યુવક તલવાર લઈ વડોદરાથી સુરત પહોંચ્યો, યુવકે પોલીસ ઉપર પણ હુમલો કર્યો
આ પણ વાંચો: સુરતમાં છ વર્ષથી નાસતો ફરતો ફ્રોડસ્ટર પોલીસના સકંજામાં
આ પણ વાંચો: સુરતમાં રીલ્સ બનાવનારાઓ સાવધાન થઈ જાઓ, 11 લોકોની પોલીસે કરી અટકાયત
