Not Set/ ગાંધીનગર: બેંકમાં ફાયરિંગ કરી ત્રણ શખ્સોએ કરી લૂંટ, રૂ. 1 કરોડ લૂંટાયા હોવાનું અનુમાન

ગાંધીનગર, બેંકમાં અવારનવાર લૂંટની ઘટના સામે આવતી જ આવે છે અને હાલ એક આવી જ કલોલ તાલુકામાં બની છે કલોલ તાલોકાના છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક્સિસ બેંકમાં લૂંટની ઘટના બની છે. જણાવી દઈએ કે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કરી લૂંટ કરી ફરાર થઈ ગયા છે. અંદાજે એક કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની અનુમાન […]

Top Stories Gujarat

ગાંધીનગર,

બેંકમાં અવારનવાર લૂંટની ઘટના સામે આવતી જ આવે છે અને હાલ એક આવી જ કલોલ તાલુકામાં બની છે કલોલ તાલોકાના છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક્સિસ બેંકમાં લૂંટની ઘટના બની છે.

જણાવી દઈએ કે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કરી લૂંટ કરી ફરાર થઈ ગયા છે. અંદાજે એક કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

આપને જાણવી દઈએ કે ફાયરિંગમાં બેન્કના એક કર્મચારીને પગમાં ગોળી વાગી છે અને તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટના બનતા જ કલોલ પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો બેંક પર આવી પહોંચ્યો છે અને પોલીસે બેંકમાં લગાવેલા સીસીટીવી ફુટેજની તપાસ કરવાનું શરૂ કર્યું છે અને સાથે સાથે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.