Surat News: સુરત (Surat) શહેરમાં રીલ્સ (Reels) બનાવનારાઓ સાવધાન થઈ જાઓ. ભેસ્તાન પોલીસે (Bhestan Police) રીલ્સ બનાવનારાઓની અટકાયત કરી કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવી ભયનું વાતાવરણ ઊભું કરતા લોકોને કાયદાનું ભાન કરાવ્યું છે.
અસમાજીક તત્વો દ્વારા લોકોને યેનકેન પ્રકારે જોખમ ઊભું થતું જોવા મળ્યું છે. પરંતુ હવે તેમાં રીલ્સ(Reels)નું દૂષણ પણ વધી ગયું છે. આજની પેઢીને ઓછા સમયમાં મહેનત કર્યા વિના ફેમસ થવાનું ઘેલું લાગ્યું છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા, ફોલોઅર્સ વધારવા ન જાણે લોકો કેટલાય પ્રકારના નખરા કે અણછાજતી પ્રવૃતિ કરતા વીડિયોમાં જોવા મળ્યાં છે. પરંતુ તેમની કેટલીક પ્રવૃતિઓ સમાજમાં ખાસ કરીને નાના બાળકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, જેથી આવી પ્રવૃતિઓને અટકાવવા સુરત ભેસ્તાન પોલીસ સક્રિય થઈ છે.
સુરતમાં ભેસ્તાન પોલીસે રીલ્સ બનવાનારા 11 લોકોની અટકાયત કરી છે. ભેસ્તાન વિસ્તારમાં માથાભારે લોકોએ રીલ્સ બનાવી લોકોનું જીવવું અઘરૂં કરી દેતાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે રીલ્સ બનાવનારા 11 શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે. ભેસ્તાન સ્થિત રેલ્વે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવી ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:મોબાઇલમાં સૂતા-સૂતા ટૂંકા વિડીયો અને રીલ્સ જોતાં હોવ તો ચેતજો, બની શકો છો બ્લડપ્રેશરનો ભોગ
આ પણ વાંચો:રીલ્સ બનાવાનો અભરખો રાખતી CID મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરાઇ !
આ પણ વાંચો:રીલ્સનો કેવો ક્રેઝ છે! લોકોએ લાઈક્સ અને વ્યુઝ માટે રસ્તાની વચ્ચે કર્યા ગરબા
