Gandhinagar News: ગાંધીનગરમાં રવિવારે સવારથી ભારે બફારો અને ઉકળાટ અનુભવાયા બાદ બપોર પછી અચાનક વાતાવરણ (Gandhinagar Heavy Rain)માં પલટો આવ્યો હતો. આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ઠંડા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા. ત્યારબાદ ગાંધીનગર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Gandhinagar Heavy Rain) વરસ્યો હતો. વરસાદના કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. જોકે, આશરે અડધો કલાક સુધી જોરદાર બેટિંગ કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો.
15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન તાપી જિલ્લાના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ (Gandhinagar Heavy Rain)ની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 24 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયામાં પણ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર જિલ્લામાં પણ રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું.
Gandhinagar Heavy Rain: ઠંડા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા
ગાંધીનગરમાં સવારથી ભેજનું પ્રમાણ વધુ રહેતાં વાતાવરણમાં બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ વચ્ચે ગરમીનો અનુભવ થયો હતો. જોકે બપોર બાદ આકાશ વાદળછાયું બન્યું અને અચાનક ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા. થોડા જ સમયમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં વરસાદી ઝાપટાં બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું હતું. ધોધમાર વરસાદ (Gandhinagar Heavy Rain)ના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.
માણસા અને દહેગામ-ચિલોડા હાઈવે પર વરસાદનું જોર
ગાંધીનગર ઉપરાંત માણસા અને દહેગામ-ચિલોડા હાઈવે વિસ્તારમાં પણ બપોર બાદ વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. પવન સાથે વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. અચાનક વરસાદ પડતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી.
ઉકળાટમાંથી લોકોને મળી રાહત
છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં ગરમી અને ભેજના કારણે ભારે બફારો અનુભવાઈ રહ્યો હતો. રવિવારે પડેલા વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે વરસાદનો સમયગાળો લાંબો રહ્યો નહોતો, તેમ છતાં ભારે વરસાદે લોકોને ઉકળાટમાંથી તાત્કાલિક રાહત આપી હતી. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ (Gandhinagar Heavy Rain)નું જોર વધવાની શક્યતા છે.
રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે. નાગરિકોએ ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી; કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનો કહેર કે રાહત? અમદાવાદમાં પાણી ભરાયા, વલસાડનો છીપવાડ અંડરપાસ ફરી બંધ
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ
