@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની પાંચ જિલ્લાઓની બિન ઉપજાઉ જમીન ને ઉપયોગી અને ઉપજાવ બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી બાગાયતી વિકાસ મિશન ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જિલ્લાઓ ની બિન ઉપજાઉ જમીન બાગાયતી ખેતી કરવા માટે સરકાર નિમ્ન ભાડે પટે ફાળવશે તેવી જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી છે.
ત્યારે આ જાહેરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યું છે તેને સુરેન્દ્રનગર જિલ્લાની બિનઉપજાઉ જમીન ઉપજાઉ બને તેવા પ્રયાસો થી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી બાગાયત વિકાસ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં રણ પ્રદેશ આવેલો છે અને બીજી તરફ શહેરી વિસ્તારોમાં જે કરોડો રૂપિયાની જમીન નો કોઈ ઉપયોગ જ નથી તેવી જમીનો લોકોને ફાળવી અને આ જમીનનો ઉપયોગ થાય તેવા પ્રયાસો આગામી દિવસોમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર રણપ્રદેશ વિસ્તારમાં લાખો હેકટર જમીન આવેલી છે તેનો ઉપયોગ થાય તે હેતુથી સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ને મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન માં સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં રણપ્રદેશનો વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા આગામી દિવસોમાં બિન ઉપજાઉ જમીનમાં બાગાયતી ખેતી કરવા ઇચ્છુક લોકોને ફાળવણી કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. બિન ઉપજાઉ જમીન બાગાયત કરવા માટે જો સરકાર રણ માં આવેલી જમીનો ફાળવી દેશે તો અગરિયાઓ બેરોજગાર બનશે
ગઈકાલે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપજાઉ જમીન ને બાગાયત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે મુખ્યમંત્રી બાગાયાત વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જે બિનઉપજાઉ જમીન પડી છે તે આગામી દિવસોમાં ઇચ્છુક લોકોને ફાળવવામાં આવશે અને બિનઉપજાઉ જમીન ને બાગાયત કરવાના પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેમાં ખાસ કરી મોટાભાગના વિસ્તારો આ યોજનામાં સમાવેશ કર્યા છે જેમાં દરિયા કિનારાઓ રણ પ્રદેશ આવેલો છે તેવા વિસ્તારને સરકાર દ્વારા આ યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર કચ્છ જેવા રણ વિસ્તાર ધરાવતા મોટા જિલ્લાઓને સરકાર દ્વારા આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી હોવાની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી છે.
ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના ગામડાઓ આવેલા છે અને ખારાઘોઢા ગામમાં સહિત અનેક રણકાંઠાના ગામડાઓ છે તે જ્યાં અગરિયાઓ માછીમારો પોતાનો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે જેમાં પાટડીનાં રણમાં અગરિયાઓ મીઠું પકવીને પોતાનું જીવન ધોરણ મીઠું વેચીને આવક કરીને ગુજારી રહ્યા છે ત્યારે આવી જમીનો જો સરકાર બિન ઉપજાઉ ગણી અને જો બાગાયત કરવા પાડવી દેશે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓ અને માછીમારોને ભારે નુકસાન થશે અને બેરોજગાર પણ બનશે ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપી અને યોગ્ય નિર્ણય કરે તેવી આ વિસ્તારના અગરિયાઓ અને માછીમારો સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. જો સરકારને બાગાયત નો વિકાસ કરવો હોય તો જે વિસ્તારમાં નર્મદાના પાણી નથી પહોંચ્યા તે વિસ્તારમાં ખેડૂતોને પાણી પહોંચાડી અને જિલ્લામાં બાગાયત ખેતી સરકાર વિકસાવી શકે તેમ છે. તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે બિન ઉપજાઉ જમીન છે તે આગામી દિવસોમાં ઉપજાવ બનાવવા માટે બાગાયત ખેતી કરવા ઇચ્છુક લોકોને સરકાર ફાળવી દેશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે આ બાબતની વાતચીત કરતા ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર જો ખેતીનો વિકાસ ઇચ્છતી હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના અનેક એવા ગામડાઓ તાલુકાના ખેડૂતોને હજુ સુધી નર્મદાના પાણી મળ્યા નથી તે વિસ્તારમાં સરકાર નર્મદાના પાણી પહોંચાડી અને ખેતીનો વિકાસ કરાવી શકે તેમ છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામડાઓ સુધી નર્મદા ની કેનાલ ની વ્યવસ્થા હોવા છતાં પણ વ્યવસ્થાના અભાવે પાણી પહોંચી રહ્યા નથી જેને લઇને ખેડૂતોને ખેતી કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે જો સાચા અર્થમાં સરકાર બાગાયત ખેતી વધારવા ઇચ્છતી હોય તો પહેલા સરકાર ગામડે સુધી પાણી પહોંચાડે અને ખેડૂતોને પિયત માટે રેગ્યુલર પાણી આપે તેવી ખેડૂતો જિલ્લાના માંગ કરી રહ્યા છે ત્યારબાદ આવી બીન ઉપજાઉ જમીન જો સરકાર ફાળવે તો તે ખેડૂતોને ફાળવે જેને કારણે ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવે તેવી માગણી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર ગૌચર જમીનો બચાવી શકી નથી : હવે સરકારી બિન ઉપજાઉ જમીન નો પણ નિમ્ન ભાડે પટ્ટએ ફાળવી દેશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચર જમીનો છીનવાઈ જશે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં વાત કરવામાં આવે તો ખેતી તરફ નો ક્રેઝ યુવકોમાં ઘટ્યો છે અને ખેડૂતો ખેતી કરવા કરતા અન્ય ધંધા-રોજગાર તરફ વળ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષમાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર ઘટવા પામ્યું છે અને ખેડૂતો ખેતી ને બદલે અન્ય ધંધા-રોજગાર તરફ વળ્યા છે જેનું મુખ્ય કારણ ખેતીમાં આવક ન હોવાના કારણે અને ખર્ચા વધુ હોવાના કારણે ખેડૂત અન્ય ધંધાઓ ગોતી રહ્યા છે અને ખેતી કરવાનું ટાળી રહ્યા છે તેને લઈને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની હજારો હેકટર જમીન બીન ઉપજાઉ બની ચુકી છે.
ત્યારે બીજી તરફ તાજેતરમાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બીન ઉપજાઉ જમીન ને બાગાયત કરી અને બાગાયત વિસ્તાર વધારવામાં આવશે તેવી મહત્વની જાહેરાત વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો દ્વારા અનેક પ્રકારની આ બાબતે ચર્ચા વહેતી થવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ગૌચર જમીનો બચાવી શકી નથી ત્યારે સરકાર બિન ઉપજાઉ જમીન નો પણ નિમ્ન ભાડા થી લોકોને ફાળવી દેશે ત્યારે ગૌચર જમીનો ની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઘટાડો થશે. ત્યારે આગામી દિવસોમાં કબજો કરેલી જગ્યાઓ અને સરકારી ખરાબા ઉપર જે લોકોએ કબજા કર્યા છે તે હટાવી અને ખુલ્લી કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જો સરકાર ખરા અર્થમાં બિન ઉપજાઉ જમીન ને બાગાયત કરવા ઇચ્છતી હોય તો ખેડૂતોના ખેતરો ની બાજુમાં પડેલી સરકારી જગ્યા ખેડૂતોને ફાળવી અને તેના પાસેથી ભાડું વસૂલી અને ઉપજાઉ બનાવે તેવી જિલ્લાના ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
