Mumbai/ મુકેશ અંબાણીને ફરી મળી ધમકી, પરિણામ ભોગવવાની આપી ચેતવણી

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો મેલ મળ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 90 મુકેશ અંબાણીને ફરી મળી ધમકી, પરિણામ ભોગવવાની આપી ચેતવણી

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો મેલ મળ્યો છે. આ વખતે બે ધમકીભર્યા મેલ આવ્યા અને ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ શાદાબ ખાન તરીકે આપી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલની સંખ્યા વધી રહી છે. છેલ્લા 7 દિવસમાં મુકેશ અંબાણીને 4 વખત ધમકી મળી છે. આ નવા મેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ અને પૈસાની માગને અવગણશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જે ધમકીભર્યો મેલ આવ્યો હતો તે બેલ્જિયમ સ્થિત સર્વર પરથી એક જ ઈમેલ આઈડી પરથી બે ઈમેલ મળ્યા હતા.આ પહેલા પણ મુકેશ અંબાણીને એક જ ઈમેલ આઈડીથી અને એક જ શાદાબ ખાન તરફથી ત્રણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.

સૌથી પહેલા 27 ઓક્ટોબર શનિવારના રોજ ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ કરી દીધા હતા. આ પછી ત્રીજા મેલમાં ખંડણીની રકમ વધારીને 400 કરોડ કરી દીધી હતી. એવું પણ લખવામાં આવ્યું છે કે જો પોલીસ મને શોધી શકતી નથી તો તેઓ મારી ધરપકડ નહીં કરી શકે. આ ઈમેલ પણ એ જ આઈડીથી આવ્યો છે જેમાંથી અગાઉના ઈમેલ આવ્યા હતા.


આ પણ વાંચો:Earthquake/ નેપાળના “ગંભીર” ભૂકંપના પીડિતો માટે વડા પ્રધાનનું હૃદય “કમળ” બન્યું, ઘાયલોને તેમની સાથે હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ ગયા

આ પણ વાંચો: Metro Court/ ‘ગુજરાતીઓને ઠગ’ કહેવાના નિવેદન મામલે તેજસ્વી યાદવ મેટ્રો કોર્ટ સમક્ષ થઈ શકે છે હાજર

આ પણ વાંચો: Israel Hamas War/ હવે ઈઝરાયલે ગાઝા પટ્ટીના લોકોના પેટમાં લાત મારી, ‘વર્ક પરમિટ’ રદ કરી અને હજારો કામદારોને