Unseasonal rain/ ગુજરાતમાં હીટવેવ વચ્ચે આજે માવઠાની આગાહી

ગુજરાતમાં એકબાજુએ હીટવેવ છે તો બીજી બાજુએ આજે કમોસમી વરસાદની પણ આગાહી છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાય છે ત્યાં ગુજરાતના કેટલાક શહેરોના વાદળછાયુ વાતાવરણ છવાયુ છે તે જોતાં કમોસમી વરસાદ ત્રાટકે તેવી સંભાવના છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 32 2 ગુજરાતમાં હીટવેવ વચ્ચે આજે માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં એકબાજુએ હીટવેવ છે તો બીજી બાજુએ આજે કમોસમી વરસાદની પણ આગાહી છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાય છે ત્યાં ગુજરાતના કેટલાક શહેરોના વાદળછાયુ વાતાવરણ છવાયુ છે તે જોતાં કમોસમી વરસાદ ત્રાટકે તેવી સંભાવના છે.

રાજ્યમાં ગુરુવારે અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને તેની સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. બીજી બાજુએ કેટલાય વિસ્તારોમાં હિટવેવની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી છે તો બીજી બાજુએ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર-સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની સંભાવના છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે.

માવઠાની સાથે-સાથે ગરમીની આગાહી તો યથાવત્ જ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ છે. રાજ્યના બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના ચાર શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થઈ ગયું છે. જ્યારે રાજ્યના છ શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રીને પાર થઈ ગયું છે. આ તાપમાન મહત્તમ ડિગ્રી કરતાં એક ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગના મતે 27 માર્ચ સુધી અમદાવાદનું તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે.

આમ 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવનારા શહેરોમાં અમદાવાદ,ભાવનગર, પોરબંદર, ભુજ, વડોદરા, સુરત, છોટાઉદેપુર, ડીસા, નલિયા, જામનગર, ગાંધીનગરનો સમાવેશ થાય છે. જો કે એપ્રિલના પ્રારંભમાં જ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળી પૂર્વે કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. તેમનીઆગાહી મુજબ 22થી 26 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પણ પવન વધુ રહે અને વાદળછાયા વાતાવરણની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોના અપૂરતી સુવિધાને કારણે જોડાણ રદ

આ પણ વાંચો:વરૂણ ગાંધીને જો ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પીલીભીતથી ચૂંટણી લડવાની અટકળો

આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી