Gujarat assembly/ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું

બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા સુચવ્યાં છે.

Top Stories Gujarat
Mantavyanews 7 કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું

ગુજરાત વિધાનસભામાં હાલ વિશેષ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે OBC અનામતનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા અનામત આપવા જોગવાઈ કરી છે.

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કર્યું છે.આ વિધેયક કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં રજૂ કર્યુ છે. બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા સુચવ્યાં છે.

ગુજરાત પ્રોવિંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ 5ની પેટા કલમ 6માં સુધારો કરતું વિધેયક રજૂ કરવામાં આવ્યું. કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: તેજીનો તરખાટ/ 12 લાખ કરોડ, સેન્સેક્સમાં સતત 11 દિવસની તેજીથી રોકાણકારોને આટલી જંગી કમાણી

આ પણ વાંચો: Anantnag Attack/ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન

આ પણ વાંચો: Money Laundering Case/ દુબઈમાં લગ્ન, સેલિબ્રિટી ગેસ્ટ અને પ્રાઈવેટ જેટ… સટ્ટાબાજીની એપથી એટલા પૈસા કમાયા કે ઈડીના અધિકારીઓ પણ ચોંકી ગયા.