Not Set/ કપરાકાળમાં પણ આ લાલચુઓ બાદ નથી આવતા, રાજકોટમાંથી નકલી ડોક્ટર પકડાયો

દેશ-દુનિયામાં કોરોના હાહાકાર માચાવી રહ્યો છે અને ગુજરાત પર તો રીત સરનું કોરોના તાંડવ જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં જ નહી પરંતુ દુનિયાભરમાં હાલ તમામ લોકોની આશા ભરેલી નજરો ડોક્ટરો પર છે, ત્યારે આવા કપરા કાળમાં પણ કાળા માથાનો માનવી લાલચમાં આવી કશું પણ કરી શકે છે. જી હા આ વાતનો જીવંત નમુનો રાજકોટમાંથી સામે […]

Gujarat Rajkot
679eb6c8cccc4183e69fed1e0fb593d1 કપરાકાળમાં પણ આ લાલચુઓ બાદ નથી આવતા, રાજકોટમાંથી નકલી ડોક્ટર પકડાયો

દેશ-દુનિયામાં કોરોના હાહાકાર માચાવી રહ્યો છે અને ગુજરાત પર તો રીત સરનું કોરોના તાંડવ જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં જ નહી પરંતુ દુનિયાભરમાં હાલ તમામ લોકોની આશા ભરેલી નજરો ડોક્ટરો પર છે, ત્યારે આવા કપરા કાળમાં પણ કાળા માથાનો માનવી લાલચમાં આવી કશું પણ કરી શકે છે. જી હા આ વાતનો જીવંત નમુનો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં કોરોનાનાં કેર વચ્ચે નકલી ડૉક્ટર ઝડપાયો હોવાની વિગતો સામે આવી રહી છે. 

જી હા રાજકોટ શહેરનાં ગુલાબનગરમાં શેરી નંબર 2માં એક નકલી ડોક્ટર લાંબા સમયથી ક્લિનિક ચલાવતો હતો. લાંબા એટલે અઘઘઘ બે વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. પાછલા બે વર્ષમાં આ નકલી ડોક્ટરે અનેક જીવન સાથે ખેલ કર્યો છે અને દર્દીની જીદગી સાથે રમ્યો હશે, વિષય તપાસનો છે. સામે આવતી વિગતો મુજબ નકલી ડોક્ટરનાં દવાખાનામાંથી દવાઓ, ઈન્જેકશન અને ગ્લુકોઝના બાટલા મળી આવ્યા છે. હાલ તો એસઓજીની ટીમે નકલી ડોક્ટરને ઝડપી પાડયો છે અને તપાસ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે, આવા કેટલા ડોક્ટરો આજે અત્યારે પણ નિર્દોષ દર્દીઓના જીવન સાથે ખેલી રહ્યા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews