વિકી કૌશલ સાથે દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ સારા હવે પવન ક્રિપલાનીની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહી છે. સારા અલી ખાનની તેની આગામી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. જણાવીએ કે, વાંકાનેરના ભવ્ય પેલેસમાં આગામી સપ્તાહથી ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં અભિનેત્રી સારા અલી ખાન, અભિનેતા વિક્રાંત મૈસી, અભિનેત્રી ચિત્રાંગદાસિંહ સહીતના વાંકાનેરના શુટીંગ માટે આવ્યા છે.
રવિવારે, સારા અલી ખાન રાજકોટ આવી હતી કારણ કે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ ત્યાં કરવામાં આવશે. “સારા ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તે મોરબીમાં રોકાશે અને વાંકાનેર, રાજકોટમાં શૂટિંગ કરશે. સારાને પહેલીવાર વિક્રાંત અને ચિત્રાંગદા સિંહ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવાનું રસપ્રદ રહેશે,”
આપને જણાવી દઈએ કે, શુટિંગ અહીં થોડા સમય સુધી ચાલશે. જો કે દરમિયાન અક્ષય કુમાર પણ અહીં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનો મુખ્ય વિષય સામાન્ય વ્યવહારમાં પણ કેટલાક લોકો છેડતી કરતા હોય છે. વ્યવહારીક છેડતી આ ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. પોતાની વિચારસરણી પર જ તે વ્યક્તિને શરમાવવી અથવા તો કોઇ વન્યક્તિને દબાણપુર્વક વર્તન કે વ્યવહાર બદલવા માટે મજબુર કરવું વગેરે જેવા સામાજિક મુદ્દાઓ પર આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર પણ ટુંક સમયમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો કે મોરબી પહોંચેલા સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગતમાં સારા અલી ખાનનો વિચિત્ર સ્વભાવ સામે આવ્યો હતો. પરંપરાગત સ્વાગત સમયે ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસીનો ચાંદલો કરીને ગળામાં ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે સારા અલી ખાને ચાંદલો કરાવ્યા વગર જ ગળામાં હાર પણ પહેર્યા વગર ચાલતી પકડી હતી. એક સમયે હોટલના કર્મચારીઓનું અપમાન તો થયું જ હતુ પરંતુ સાથે સાથે પરોક્ષ રીતે તેણે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન કર્યું હતું.
સારાને તાજેતરમાં જ પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી, જે એકદમ નવા દેખાવમાં જોવા મળી હતી, જેણે ઉદ્યોગ અને ખાસ કરીને તેના ચાહકોમાં ઉત્સુકતા અને ઘણી અપેક્ષાઓ પેદા કરી હતી. યુવાન સફળ સ્ટારને પાપારાઝી દ્વારા જોવામાં આવી ત્યારથી તેણીની નવી પ્રભાવશાળી હેરસ્ટાઇલ ટોક ઓફ ધ ટાઉન બની છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ અને અટકળો શરૂ થઈ છે જો આ તેણીના આગામી પ્રોજેક્ટ માટે છે. ‘નમસ્તે’ ગર્લને તેના નવા ‘બ્લુ સ્ટ્રીક્સ’ લુક માટે ખૂબ વખાણવામાં આવી હતી.
આ પણ વાંચો :રાખી સાવંતની જેમ મીકા સિંહ પણ બનાવશે નેશનલ ટીવી પર સ્વયંવર,જાણો વિગત
આ પણ વાંચો :શબાના આઝમીની ભત્રીજી સાથે અડધી રાત્રે ટેક્સી ડ્રાઈવરે કર્યું આવું કૃત્ય, અભિનેત્રીએ કહ્યું અસહ્ય
આ પણ વાંચો :આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ બીજા દિવસે કરી બમ્પર કમાણી, જાણો કેટલું થયું કલેક્શન
આ પણ વાંચો :એકતા કપૂર પર લાગ્યો કોન્સેપ્ટ ચોરીનો આરોપ, કંગના રનૌતના શોને મળી શકે છે બ્રેક