મોડાસામાં ટ્રેક્ટર ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી ટ્રેક્ટર ચોરી કરવા આવેલો ચોર ટ્રેક્ટરના ટાયર નીચે દબાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઇ જાય છે.
બનાવની મળતી માહિતી અનુસાર મોડાસાના હજિરા વિસ્તારમાં એક ટ્રેક્ટરના શોરૂમમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોર ચોરી કરવા માટે ટ્રેક્ટર ચાલુ કરવા ગયો અને અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતાં તેના પગ ટાયર નીચે આવી ગયો હતો. ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ચોરના શરીર પર ફરી વળ્યું હતું.
જોકે, ચોરી કરવા આવેલા શખસે હાર ન માનીને લંગડાતો લંગડાતો ફરી ઊભો થયો અને ટ્રેક્ટર પર કાબૂ મેળવી એને લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને પોલીસને ભય ન હોય તેમાં ચોરી અને લૂંટ જેવી ધટનાને અંજામ આપી રહ્યાં છે. રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. લૂંટ અને ધાડની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે.