Valsad News/ વલસાડી હાફૂસને GI ટેગ આપવા સાંસદ ધવલ પટેલની કેન્દ્ર સરકારને માંગ, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળીને કરાઈ માગ

સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ(Piyush Goyal)ને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ પહેલ હેઠળ “વલસાડી હાફૂસ” (“Valsadi Hafus”) કેરી માટે GI ટેગની મંજૂરી આપવા વિનંતી કરી છે.

Gujarat Others
Yogesh Work 2025 03 28T182925.919 વલસાડી હાફૂસને GI ટેગ આપવા સાંસદ ધવલ પટેલની કેન્દ્ર સરકારને માંગ, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળીને કરાઈ માગ

Valsad News : વલસાડની જગવિખ્યાત હાફૂસ કેરીને ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળે તે માટે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે (MP Dhaval Patel) કેન્દ્ર સરકાર સમક્ષ મોટી માંગણી કરી છે. સાંસદે આ અંગે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) સાથે મુલાકાત કરી લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં વલસાડ (Valsad) અને નવસારી (Navsari) જિલ્લાની વલસાડી હાફૂસને GI ટેગ આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.

અગાઉ પણ વલસાડી હાફૂસ(“Valsadi Hafus”)ને GI ટેગ અપાવવા માટે અનેક વખત કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે સાંસદ ધવલ પટેલે (Dhaval Patel) ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે.

સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ(Piyush Goyal)ને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ પહેલ હેઠળ “વલસાડી હાફૂસ” (“Valsadi Hafus”) કેરી માટે GI ટેગની મંજૂરી આપવા વિનંતી કરી છે. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, સદીઓથી પોતાના અસાધારણ સ્વાદ, સુગંધ, આકાર અને રંગ માટે જાણીતી આ કેરીની વિવિધતા “વલસાડી હાફૂસ” માટે ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવો ખૂબ જ જરૂરી છે.

Screenshot 862 વલસાડી હાફૂસને GI ટેગ આપવા સાંસદ ધવલ પટેલની કેન્દ્ર સરકારને માંગ, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળીને કરાઈ માગ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સાત (07) જિલ્લાના ખેડૂતોએ “વલસાડી હાફૂસ” (“Valsadi Hafus”) માટે GI ટેગ મેળવવા અરજી કરી છે. આ અરજી ભારતીય કિસાન સંઘ, ગુજરાત દ્વારા સબમિટ કરવામાં આવી છે, જેને નવસારી કૃષિ યુનિવર્સિટી, વલસાડના કલેક્ટર અને નાબાર્ડ જેવી સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે. વલસાડી હાફૂસ(“Valsadi Hafus”) માટેની GI એપ્લિકેશન નંબર 1058, 12 જુલાઈ 2024ના રોજ રજિસ્ટરના ભાગ A- GI નંબર 192 હેઠળ સ્વીકૃત તરીકે જાહેર કરવામાં આવી છે.

જો કે, સાંસદ પટેલે (Dhaval Patel) કેરીની જાતો માટે ભૌગોલિક વિસ્તારમાં વલસાડ અને નવસારી જિલ્લાના સમાવેશમાં રહેલી અસમાનતા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે, 1 જૂન 2018ના રોજ GI જર્નલ નંબર 106 મુજબ, કોંકણ પ્રદેશને આલ્ફોન્સો કેરી માટે GI ટેગ આપવામાં આવ્યો હતો, જેમાં પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે વલસાડ અને નવસારીના ખેડૂતોએ 26 એપ્રિલ 2018ના રોજ આ જિલ્લાઓને કોંકણ પ્રદેશના ભાગ રૂપે સમાવવા વિનંતી કરી હતી, કારણ કે આ જિલ્લાઓ કોંકણના દરિયાકાંઠાના સહ્યાદ્રી પ્રદેશ સાથે ભૌગોલિક રીતે જોડાયેલા છે, તેમ છતાં તેમની અરજીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.

Screenshot 863 વલસાડી હાફૂસને GI ટેગ આપવા સાંસદ ધવલ પટેલની કેન્દ્ર સરકારને માંગ, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળીને કરાઈ માગ

ધવલ પટેલે (Dhaval Patel) ભારપૂર્વક જણાવ્યું કે, રત્નાગિરી અને અન્ય પ્રદેશોમાં આલ્ફોન્સો કેરીની લણણીનો સમયગાળો મેના ત્રીજા સપ્તાહ સુધીમાં પૂરો થઈ જાય છે. તેનાથી વિપરીત, વલસાડી હાફૂસ (“Valsadi Hafus”)ની મુખ્ય સિઝન મેના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે. જો વલસાડી હાફૂસ માટે GI ટેગ દક્ષિણ ગુજરાતને આપવામાં નહીં આવે, તો મહારાષ્ટ્રના વેપારીઓ કોંકણ બ્રાન્ડ હેઠળ આ કેરીઓ વેચી શકે છે, જેનાથી ગુજરાતના ખેડૂતોને તેમની યોગ્ય ઓળખ અને આર્થિક લાભોથી વંચિત રહેવું પડશે.

તેમણે એ પણ નોંધ્યું કે આ અરજી સામે વાંધો એડવોકેટ ડબલ્યુ.એસ. કેન વતી સંશોધન નિયામક, બાલા સાહેબ સાવંત કૃષિ વિદ્યાપીઠ અને કોંકણ હાફૂસ અંબા ઉત્પડક અને વિક્રતા સરકારી સંસ્થા, મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. સાંસદે આ બાબતને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અન્યાયી ગણાવી છે, જેઓ કાળજી અને પરંપરા સાથે વલસાડી હાફૂસની ખેતી કરી રહ્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વલસાડી હાફૂસ (“Valsadi Hafus”) માટે GI ટેગ આપીને ન્યાય અપાવવામાં આવે. તેમણે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની તરફેણમાં પગલાં લેવા અનુરોધ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માર્કેટમાં રત્નાગિરી હાફૂસ કેરીનું આગમન …વાવાઝોડાના અસરથી ઉત્પાદન ઘટતા ભાવમાં 50 ટકા જેટલો વધારો

આ પણ વાંચો: હવેથી ગુજરાતની કેરીની સીધી અમેરિકા નિકાસ થઈ શકશે

આ પણ વાંચો: ઉનાળાની ઋતુમાં ઘરે જ માણો મેંગો આઈસ્ક્રીમનો સ્વાદ