હવામાન ખાતા/ રાજય માં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર,આગામી દિવસો માં વરસાદ પડવાની આગાહી

રાજય માં વરસાદના અભાવે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત  વધતું જોવા મળી  રહ્યું છે ત્યારે આજે રાજય માં  રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા, અમદાવાદ અને ગાંધીનગર આવા અનેક   શહેરોમાં  મહત્તમ તાપમાન 40 ડિગ્રીને  આસપાસ જોવા મળ્યું હતું .જેમાં રાજયમાં   સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 40,અમદાવાદમાં 40 કંડલામાં 40.1 અને ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન […]

Gujarat Others

રાજય માં વરસાદના અભાવે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત  વધતું જોવા મળી  રહ્યું છે ત્યારે આજે રાજય માં  રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા, અમદાવાદ અને ગાંધીનગર આવા અનેક   શહેરોમાં  મહત્તમ તાપમાન 40 ડિગ્રીને  આસપાસ જોવા મળ્યું હતું .જેમાં રાજયમાં   સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી નોંધાયું છે.

રાજકોટમાં 40,અમદાવાદમાં 40 કંડલામાં 40.1 અને ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે દરિયાકાંઠાના વિસ્તારો માં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે ગરમીની સાથોસાથ બફારો પણ વધી જવા પામ્યો છે આજે સવારે પોરબંદરમાં 76 વેરાવળમાં 83, દ્વારકામાં 79, ઓખામાં 74 ભુજ માં 72 નલિયામાં 80 કંડલામાં 88 અને મહુવામાં 83 ટકા ભેજ નોંધાયો છે.

રાજય માં પવનની ગતિમાં પણ વધારો થયો છે અને રાજકોટમાં ગઇકાલે સાંજે 26 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો આ ઉપરાંત નલિયામાં16 અને કંડલામાં 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આકાશ માં છુટા છવાયા વાદળો છે ગરમીનું પ્રમાણ વધુ છે અને સવારે ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોવાથી લોકો સવારથી જ ગરમી અને ભેજ નો સામનો કરી રહ્યા છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ એકાદ સપ્તાહ સુધી ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહેશે જ્યાં સીબી કલાઉડ ફોર્મેશન થશે ત્યાં છુટા છવાયા ઝાપટા પડશે અને ચોમાસું શરૂ થયા બાદ ગરમી અને બફારા માં રાહત મળશે.