Gandhinagar News: પીએમ મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન કોબાના જૈન દેરાસરની મુલાકાત કરી હતી. તેમણે જૈન દેરાસર દ્વારા કોબા ખાતેના નવનિર્મિત મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતુ. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતા. આ જૈન મ્યુઝિયમ છે અને તે 95 હજાર ચોરસ ફૂટમાં બનાવાયેલું છે. તેને રાણકપુર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમને સાત જુદી-જુદી દીર્ઘામાં વહેંચવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ બનાવવામાં આરસ અને કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમા ભારતીય સંસ્કૃતિ અને કલાનો સંગ્રહ છે. તેમા પદ્મસાગરસુરીશ્વરજીએ 2.5 લાખ કિ.મી.ની કરેલી પદયાત્રામાં અનેક કલાકૃતિઓ અને કલાસંગ્રહો ભેટસોગાદ સ્વરુપે મેળવ્યા હતા.

આ જૈન મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતો અને આ ભવ્ય ભારતીય વારસાને નીહાળ્યો હતો. જૈન મુનિએ તેમને આ ભવ્ય ભારતીય ઐતિહાસિક વારસા અંગે માહિતી આપી હતી. પીએમ મોદીએ તેના પછી મહારાજ સાહેબના આશીર્વાદ લીધા હતા. તેઓ પણ ભારતના આ ભવ્ય સાંસ્કૃતિક વારસાને જોઈને પ્રભાવિત થયા હતા. વિશાળ મંદિર, યંત્ર, પ્લેટ, અનેક પ્રાચીન હસ્તપ્રતો બે હજારથી વધુ દુર્લભ ગ્રંથો જોઈને પીએમ મોદી પણ ગદગદ થઈ ગયી હતા. તેમણે આ ઉપરાંત જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત તેમણે પ્રાચીન સમયની તાડપત્રીઓ અને તેના પરનું લખાણ પણ નીહાળ્યું હતું. આ ઉપરાંત અહીં પ્રાચીન સમયના રથ હતા, ચાંદીની પણ અનેક ચીજવસ્તુઓ હતી. અનેક શિલ્પકૃતિઓ હતી. તેના પછી તેમણે કોબા ખાતેના આ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતું. તેના પછી આ મ્યુઝિયમના સૌપ્થમ મુલાકાતી તરીકે લોગબૂકમાં સહી કરી હતી. આમ પીએમ મોદીએ જૈન સંસ્કૃતિનો ભવ્ય સાંસ્કૃતિક વારસો નીહાળ્યો હતો. જૈનમુનિઓએ પીએમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ હસ્તપ્રતો આપણો સાંસ્કૃતિક વારસો છે. ભારત આવા અનેક પ્રાચીન, ભવ્ય અને ઐતિહાસિક વારસાથી શોભે છે. આટલી પ્રાચીન વિરાસસત બીજે ક્યાંય પણ કલ્પવી અઘરી છે એમ તેમણે જણાવ્યું હતું. તેની સાથે આ પ્રકારનો ભવ્ય વારસો જાળવી રાખવા બદલ તેમણે જૈનાચાર્યો અને જૈન સમાજની પણ પ્રશંસા કરી હતી.

આના પરથી જ ભારતીય સંસ્કૃતિના મૂળ કેટલા ઊંડા છે તેની જાણકારી મળે છે. આવા દરેક મ્યુઝિયમ પ્રાચીન ભારતનો ભવ્ય વારસો છે એમ તેમણે જણાવ્યું હતું. આ મ્યુઝિયમ ઇતિહા, સંસ્કૃતિ અને કલાનો અદભુત સંગમ છે એમ તેમણે જણાવ્યું હતુ. આ મ્યુઝિયમમાં અનેક પ્રાચીન હસ્તપ્રતો સહિતની બાબતોને ડિજિટલ સ્વરૂપમા જાળવવામાં આવી છે. મ્યુઝિયમમાં પ્રાચીન વસ્તુઓની જાળવણી માટે આધુનિકતાનો આશરો લેવાયો છે. આ મ્યુઝિયમમાં પાંચથી 15મી સદીની મૂર્તિઓ છે. અકબરે જૈનાચાર્યને આપેલું ફરમાન છે.
આ પણ વાંચો: PM મોદીની ગુજરાત મુલાકાત,આજે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ કરશે લોન્ચ
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, ₹19,800 કરોડના વિકાસ કામોની ભેટ
