Gandhinagar News : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Modi)ના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ ભારત આજે વિશ્વમાં પ્રગતિ અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(Prime Minister Modi) આજે તા. 31માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રાજ્યમાં દ્વારા રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાત મુહુર્ત-લોકાર્પણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Modi)નું સવારે 9:40 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનનું સવારે 9:40 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરીને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને નવી ઓળખ આપશે. ત્યારબાદ બપોરે 12:45 કલાકે સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે તેઓ ‘કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ સાંજે 4કલાકે નાણી ગામ, વાવ (થરાદ) ખાતે રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિભાગોના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઉત્તર ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે અને સાંજે 5:05 કલાકે ડીસા એરપોર્ટથી આસામ જવા રવાના થશે. વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Modi)ની આ મુલાકાત માત્ર કાર્યક્રમો સુધી સીમિત ન રહેતા ‘નવા ભારત’ના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. જેમાં વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે અને ભારત વિશ્વમંચ પર વધુ સશક્ત બની વિકાસ શીલ દેશ બનવા તરફ આગળ વધશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
