Vadodara News/ માંજલપુર રોયલ મેળામાં દુર્ઘટના, રાઈડનું લોક અચાનક ખુલતા બાળક નીચે પટકાયું

માંજલપુરમાં રોયલ મેળામાં રાઈડની દુર્ઘટનાનો મામલો સામે આવ્યો. રાઈડનું લોક અચાનક ખુલતા બાળક નીચે પટકાયું.

Top Stories Gujarat Vadodara

Vadodara News: માંજલપુર (Manjalpur) રોયલ મેળા (Royal Fair)માં રાઈડ (Ride)ની દુર્ઘટના (Accident)નો મામલો સામે આવ્યો. રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઈડ (Helicopeter Ride)નું લોક અચાનક ખુલતા બાળક નીચે પટકાયું. બાળકને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. રાઈડની દુર્ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પંહોચી ગઈ અને મેળો બંધ કરાવી બનાવની વધુ તપાસ હાથ ધરી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

માંજલપુર (Manjalpur)માં રોયલ મેળા(Royal Fair)નું આયોજન થયું છે. રોયલ મેળામાં તમામ વયજૂથના લોકોને લઈને વિવિધ પ્રકારની રાઈડ છે. આ મેળામાં નાના બાળકોની હેલિકોપ્ટર રાઈડ લોકો વધુ પસંદ કરે છે. જો કે હાલમાં સોશિયલ મીડિયામાં આ મેળાની રાઈડનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે હેલિકોપ્ટર રાઈડમાંથી એક માસૂમ બાળક નીચે પટકાયો. બાળક નીચે પટકાયો હોવાનું કેટલાક લોકોને ધ્યાને આવતા આસપાસ ઉભેલા તમામ લોકોએ રાઈડ બંધ કરી. નીચે પટકાતા માસૂમને ઇજાઓ પંહોચી. મેળામાં રાઈડમાંથી બાળક પડી જવાની ઘટના બનતા પોલીસ અને ફાયરની ટીમને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તમામ રાઈડ બંધ કરાવી. પોલીસ દ્વારા સમગ્ર મેળાને તાત્કાલિક બંધ કરાવી ખાલી કરાવાયો. ઘટનાની તપાસમાં ધ્યાનમાં આવ્યું કે જે હેલિકોપ્ટર રાઈડમાં બાળક બેઠું હતું તેનું લોક અચાનક ખુલી જતા આ દુર્ઘટના સર્જાઈ.

રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઈડની દુર્ઘટના બનતા પોલીસ દ્વારા મેળામાં રખાયેલ તમામ રાઇડની તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. હાલમાં જે બાળક નીચે પટકાયું હતું તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. નિષ્ણાંતો દ્વારા તમામ રાઇડની ચકાસણી કર્યા બાદ જ ફરી મેળો શરૂ કરવામાં આવશે. પોલીસે રાઈડ ચલાવનાર અને મેળાના સુપરવાઈઝરની અટકાયત કરી. અત્યારે રાજ્યની અનેક શાળાઓમાં ક્રિસમસની રજાઓ ચાલી રહી છે. આ રજાઓમાં બાળકોને આનંદ અપાવવા માતાપિતા તેમને બહાર મેળામાં લઈ જતા હોય છે. ત્યારે રાઈડની મજા ક્યાંક સજા ના બને તે જરૂર ધ્યાનમાં રાખે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર : દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા

આ પણ વાંચો: વડોદરામાં ફરી લાગી આગઃ IOCLમાં બની આગની ઘટના, 40 દિવસ પહેલાં પણ આગ લાગી હતી

આ પણ વાંચો: વડોદરામાં ટેમ્પો ચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત, માસુમનો લીધો જીવ