Not Set/ શેરબજારના પ્રારંભમાં Sensex 235 પોઈન્ટ ઉછળ્યો, બજારમાં તેજી

અમદાવાદ: ભારતીય શેરબજારમાં આજે બુધવારે ઉઘડતા બજારમાં જ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ (Sensex) 160 પોઈન્ટ ઉછળ્યો હતો અને તેની આગેકૂચ યથાવત રહેતાં 235 સુધીનો ઉછાળો નોંધાયો હતો. જેના કારણે બજારમાં તેજી હોવાનું માનવામાં આવી રહ્યું છે. Sensex ઉપરાંત નિફટી પણ 51 પોઈન્ટ ઉછળ્યો હતો. જો કે મીડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં […]

Top Stories Business
Sensex up 235 points in early trading

અમદાવાદ: ભારતીય શેરબજારમાં આજે બુધવારે ઉઘડતા બજારમાં જ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ (Sensex) 160 પોઈન્ટ ઉછળ્યો હતો અને તેની આગેકૂચ યથાવત રહેતાં 235 સુધીનો ઉછાળો નોંધાયો હતો. જેના કારણે બજારમાં તેજી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Sensex ઉપરાંત નિફટી પણ 51 પોઈન્ટ ઉછળ્યો હતો. જો કે મીડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 235 પોઈન્ટના ઉછાળા સાથે 35748 અને નિફટી 51 પોઈન્ટના ઉછાળા સાથે 10736 પોઈન્ટ ઉપરનો કારોબાર કરી રહ્યા છે.

આજે બુધવારે પ્રારંભમાં શેરબજારમાં દિગ્ગજ શેરોમાં ઝી એન્ટરટેઈન્મેન્ટ, હિરો મોટો, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાઈટન, સિપ્લા, ઈન્ફોસીસ, આઈટીસી અને સન ફામાર્ના શેરોમો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે તેની સામે યસ બેન્ક, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, આઈઓસી, બીપીસીએલ, એનટીપીસી, ઓએનજીસી, અદાણી પોર્ટસ અને કોલ ઈન્ડિયાના શેરો નબળા પડયા હતા.

આવી જ રીતે મીડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, મેક્સ ફાયનાન્શિયલ, ઓરેકલ ફાયનાન્શિયલ અને એમ્ફેસીસના શેરોમાં વધારો જોવા મળ્યો છે, જયારે તેની સામે આરબીએલ બેન્ક, બાયોકોન, એમઆરપીએલ અને જીઈ ટીએન્ડડીના શેરો નબળા પડયા હોવાનું જોવા મળ્યું છે.

સ્મોલકેપ શેરોમાં આધુનિક, વાડીલાલ, પ્રાઈમ ફોકસ અને પટેલ એન્જિનિયરિંગના શેરોમાં ઉછાળો નોંધાયો છે તો તેની સામે ઓલસેક ટેક, દિવાન હાઉસિંગ, આશાપુરા ઈન્ટીમેન્ટ, પીસી જ્વેલર અને સોરિલ ઈન્ફ્રાના શેરો નબળા પડ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.

આજે બુધવારે સવારે બજારના પ્રારંભની સાથે અઢીસો પોઈન્ટ જેટલો ઉછાળો જોવા મળતા બજારમાં ફરીથી તેજીનું વલણ શરૂ થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.