Sports News: જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલા Asian Games 2026 Live Updates વચ્ચે 26 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે મહત્વપૂર્ણ રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં વધુ વધારો કર્યો છે. એથ્લેટિક્સમાં સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે શૂટિંગમાં મહિલાઓની 50m રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં પણ ભારતે સિલ્વર મેડલ મેળવ્યો છે.
આ પ્રદર્શન બાદ એશિયન ગેમ્સ 2026માં ભારતના કુલ મેડલની સંખ્યા 27 પર પહોંચી છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ છે. હવે ભારતીય ચાહકોની નજર ખાસ કરીને કબડ્ડી, સ્ક્વોશ, એથ્લેટિક્સ અને શૂટિંગની મહત્વની સ્પર્ધાઓ પર છે.
સાવન બરવાલે મેરેથોનમાં જીત્યો સિલ્વર મેડલ
એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લીટ સાવન બરવાલે પુરુષોની મેરેથોનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 2:11:37ના સમય સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ સાથે તેમણે નવો નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો છે.
રેસ દરમિયાન સાવન બરવાલ શરૂઆતથી જ આગળ રહેલા ખેલાડીઓના ગ્રુપમાં સામેલ હતા. લગભગ 35 કિલોમીટર સુધી તેઓ આગળની રેસમાં રહ્યા હતા. ત્યારબાદ અંતિમ સાત કિલોમીટરમાં તેમણે પોતાની ગતિ વધારી હતી.
જાપાનના ઇચિતાકા યામાશિતાએ 2:10:49ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે સાવન બરવાલે 2:11:37ના સમય સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ રીતે મેરેથોનમાં ભારતને લાંબા સમય બાદ એશિયન ગેમ્સ મેડલ મળ્યો છે.
Live updates : Asian Games 2026 day 7 …
પ્રાચીએ મહિલા 400 મીટરમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
6:36 PM
Asian Games 2026 માં મહિલા 400 મીટર દોડમાં ભારતની પ્રાચીએ 53.21 સેકન્ડ નો સમય નોંધાવીને ત્રીજું સ્થાન મેળવ્યું અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. અંદરની લેનમાં દોડતી પ્રાચીએ શાનદાર પ્રદર્શન કર્યું.
ઈરાનની ઝહરા મનૂજાને 52.38 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. જ્યારે બહેરીનની સલ્વા ઈદ નાસેરે 49.20 સેકન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. Asian Games 2026 માં પ્રાચીના આ મેડલથી ભારતના મેડલ ખાતામાં વધુ એક વધારો થયો છે.
પ્રાચીએ મહિલા 400 મીટરમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
6:08 PM
મહિલા 400 મીટર દોડમાં ભારતની પ્રાચીએ 53.21 સેકન્ડનો સમય નોંધાવીને ત્રીજું સ્થાન મેળવ્યું અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. Women’s 400mમાં અંદરની લેનમાં દોડતી પ્રાચીએ શાનદાર પ્રદર્શન કર્યું.
ઈરાનની ઝહરા મનૂજાને 52.38 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. જ્યારે બહેરીનની સલ્વા ઈદ નાસેરે 49.20 સેકન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. Women’s 400mમાં પ્રાચીના આ શાનદાર પ્રદર્શનથી ભારતને વધુ એક મેડલ મળ્યો.
તજિન્દરપાલ સિંહ તૂરે શોટ પુટમાં જીત્યો સિલ્વર
5:40 PM
બે વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા તજિન્દરપાલ સિંહ તૂર આ વખતે પોતાનો ખિતાબ જાળવી શક્યા નથી. તેમને ગોલ્ડ મેડલની જગ્યાએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
તજિન્દરપાલ સિંહ તૂર સિલ્વરની રેસમાં
5:00 PM
પુરુષોની શોટપુટ ફાઇનલમાં ભારતના તજિન્દરપાલ સિંહ તૂરે પ્રથમ પ્રયાસમાં 20.06 મીટરનો શાનદાર થ્રો કર્યો છે. આ પ્રદર્શન સાથે તેઓ હાલમાં બીજા સ્થાને છે અને સિલ્વર મેડલની રેસમાં આગળ ચાલી રહ્યા છે.
બીજી તરફ, ઈરાનના મોહમ્મદરેઝા તૈયબી સૌથી આગળ છે અને ગોલ્ડ મેડલની રેસમાં પ્રથમ સ્થાન પર છે.
આયુષ શેટ્ટીની મેડલ જીતવાની આશા તૂટી
4:48 PM
ભારતીય બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીની એશિયન ગેમ્સ 2026ની સફર ત્રીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ ગઈ છે. એક રોમાંચક મુકાબલામાં તેમને ચાઈનીઝ તાઈપેઈના ખેલાડી ચાઉ તિએન ચેન સામે હારનો સામનો કરવો પડ્યો.
નિર્ણાયક ગેમમાં આયુષ 3 પોઈન્ટથી આગળ હતા અને જીત તરફ આગળ વધી રહ્યા હતા. જોકે, ચાઉએ શાનદાર વાપસી કરતાં સતત 7 પોઈન્ટ મેળવ્યા અને અંતે ત્રીજી ગેમ 21-17થી જીતી લીધી. આ હાર સાથે આયુષ શેટ્ટીનું એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું સપનું અધૂરું રહ્યું.
ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ
3:39 PM
એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને 40-34થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને રોમાંચક ગોલ્ડ મેડલ મેચ પોતાના નામે કરી હતી.
આજે અગાઉ ભારતીય મહિલા કબડ્ડી ટીમે પણ ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતના ખાતામાં કુલ ચોથો ગોલ્ડ મેડલ ઉમેરાયો છે.
કબડ્ડીમાં ભારત ગોલ્ડ મેડલની નજીક
3:29 PM
એશિયન ગેમ્સ 2026ની પુરુષ કબડ્ડી ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શાનદાર વાપસી કરીને મજબૂત લીડ મેળવી છે. મેચ પૂર્ણ થવામાં હવે લગભગ 6 મિનિટનો સમય બાકી છે અને ભારતીય ટીમ ગોલ્ડ મેડલ તરફ આગળ વધી રહી છે.
આ મુકાબલામાં સુમિતનું ડિફેન્સ અને અર્જુનની રેડિંગ શાનદાર રહી છે. ઈરાનના ખેલાડી શાદલોઈની કેટલીક સારી કોશિશોને બાદ કરતાં સમગ્ર ઈરાની ટીમને ભારત સામે ટકી રહેવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય ટીમે અત્યાર સુધી ખૂબ જ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે.
બોક્સિંગમાં પ્રિયા ઘાંઘસની શાનદાર જીત, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
3:02 PM
એશિયન ગેમ્સ 2026માં બોક્સિંગની મહિલાઓની 60 કિગ્રા કેટેગરીના રાઉન્ડ ઓફ-16માં ભારતની પ્રિયા ઘાંઘસ (Priya Ghanghas) એ ઓહ યેઓન-જીને 5-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પ્રિયાએ સર્વસંમતિથી જીત મેળવી હતી.
હવે ક્વાર્ટર ફાઇનલમાં Priya Ghanghasનો મુકાબલો તાજિકિસ્તાનની મિઝગોવા સમદોવા સામે થશે. સમદોવાએ હાંગઝોઉમાં યોજાયેલી 2022 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય પુરુષ કબડ્ડી ટીમ પાસેથી ગોલ્ડની આશા
2:32 PM
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે ભારતીય પુરુષ કબડ્ડી ટીમ પાસેથી પણ ગોલ્ડ મેડલની આશા છે. પુરુષ ટીમનો ગોલ્ડ મેડલ માટે ઈરાન સામે મુકાબલો ચાલી રહ્યો છે. ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરવા માટે મેદાનમાં ઉતરી છે.
જાપાન સામે ભારતીય હોકી ટીમ 1-0થી આગળ
2:12 PM
એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમ પૂલ-Aની મેચમાં જાપાન સામે પહેલા બે ક્વાર્ટર પૂર્ણ થયા બાદ 1-0થી આગળ છે. આ મેચમાં Indian Hockey Teamને અગાઉની પૂલ મેચોની સરખામણીએ જાપાન તરફથી વધુ કઠિન પડકાર મળી રહ્યો છે. ભારત હવે બીજા હાફમાં પોતાની લીડ જાળવીને જીત મેળવવાના પ્રયાસમાં રહેશે.
Trisha-Gayatriની શાનદાર જીત, રાઉન્ડ ઓફ-16માં પ્રવેશ
2:04 PM
એશિયન ગેમ્સ 2026માં બેડમિન્ટનની મહિલા ડબલ્સમાં ભારતની Trisha-Gayatriની જોડીએ જાપાનની માત્સુમોટો-ફુકુશિમાની જોડીને સતત બે ગેમમાં હરાવીને શાનદાર જીત નોંધાવી છે. પ્રથમ ગેમમાં જોરદાર ટક્કર બાદ Trisha-Gayatriએ 24-22થી જીત મેળવી હતી.
બીજી ગેમમાં પણ બંને જોડીઓ વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી હતી, પરંતુ ભારતીય જોડીએ 21-18થી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે Trisha-Gayatriની જોડીએ રાઉન્ડ ઓફ-16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
12:07 PM
અભય સિંહે બીજી ગેમ પણ જીતી
એશિયન ગેમ્સ 2026માં સ્ક્વોશ પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના અભય સિંહે પાકિસ્તાનના મુહમ્મદ ઇરફાન સામે બીજી ગેમ પણ જીતી લીધી છે. અભયે 12-10ના અંતરથી બીજી ગેમ પોતાના નામે કરીને મેચમાં 2-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે.
સ્ક્વોશ પુરુષ સિંગલ્સ સેમિફાઇનલમાં અભયની શાનદાર શરૂઆત
12:02 PM
સ્ક્વોશ પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના અભય સિંહનો મુકાબલો પાકિસ્તાનના મુહમ્મદ ઇરફાન સામે થઈ રહ્યો છે. મેચની પ્રથમ ગેમમાં અભયનો દબદબો જોવા મળ્યો હતો. તેમણે લગભગ દરેક રેલી પર નિયંત્રણ જાળવીને પ્રથમ ગેમ 11-3થી પોતાના નામે કરી હતી.
બોક્સિંગમાં કપિલે એસ્તાકીને હરાવ્યો
11:41 AM
બોક્સિંગના પુરુષોના 90 કિગ્રા વર્ગમાં ભારતીય બોક્સર કપિલે એસ્તાકીને 5-0ના અંતરથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં કપિલનો મુકાબલો દક્ષિણ કોરિયાના કિમ ગિચે સામે થશે.
અનાહત સિંહે ગોલ્ડ મેડલ મેચમાં બનાવી જગ્યા
11:34 AM
સ્ક્વોશ મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં અનાહતે ત્રીજી ગેમ જીતી
11:22 AM
એશિયન ગેમ્સ 2026માં Anahat Singhએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ત્રીજી ગેમ જીતી લીધી છે. 8-10થી પાછળ રહ્યા બાદ એ શાનદાર વાપસી કરીને ત્રીજી ગેમ 12-10થી પોતાના નામે કરી હતી. જોકે, મેચની પ્રથમ બે ગેમમાં અનાહતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રીજી ગેમની જીત સાથે એ મુકાબલામાં પોતાની આશા જાળવી રાખી છે.
ભારતીય મહિલા કબડ્ડી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ
10:39 AM
સ્ક્વોશમાં ચિનપ્પા-સેન્થિલકુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ
10:22 AM
એશિયન ગેમ્સ 2026માં Asian Games 2026 Squashની મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બંને ખેલાડીઓએ 2-5થી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરીને લીડ મેળવી હતી. તેમની પાસે ત્રણ મેચ પોઈન્ટ પણ હતા. આ ભારતનો આજનો ત્રીજો મેડલ છે, જેના સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 26 થઈ ગઈ છે.
ભારતીય મહિલા કબડ્ડી ટીમ પહેલા હાફમાં 22-16થી આગળ
10:02 AM
એશિયન ગેમ્સ 2026માં ઈરાન સામેની ગોલ્ડ મેડલ મેચના પહેલા હાફ બાદ Indian Women’s Kabaddi Team 22-16થી આગળ છે. હવે બીજા હાફમાં ટીમ ઈન્ડિયા આ લીડ જાળવી રાખીને ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.
50m રાઇફલ 3 પોઝિશનમાં ભારતને સિલ્વર
શૂટિંગમાં પણ ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહિલાઓની 50m રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેન, વિદરસા વિનોદ અને આશી ચોકસેએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મહત્વની મેડલ સ્પર્ધાઓમાંથી એક રહી છે અને આ મેડલથી ભારતની મેડલ ટેલી વધુ મજબૂત બની છે.
Asian Games 2026 Live Updates માં ભારત માટે શૂટિંગ અને એથ્લેટિક્સમાંથી મળેલા આ મેડલ મહત્વપૂર્ણ છે. હવે દિવસ આગળ વધતા અન્ય રમતોમાંથી પણ ભારતને વધુ મેડલની આશા છે.
મહિલા કબડ્ડી ટીમ પર ગોલ્ડની નજર

એશિયન ગેમ્સ 2026માં Indian Women’s Kabaddi Teamએ અત્યાર સુધી અપરાજિત પ્રદર્શન કર્યું છે. ગ્રુપ સ્ટેજથી સેમિફાઇનલ સુધી શાનદાર રમત બતાવીને ટીમે ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવ્યું છે.
Indian Women’s Kabaddi Teamનો ગોલ્ડ મેડલ મુકાબલો ઈરાન સામે ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે રમાશે. ટીમના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા આ મેચ પર ભારતીય ચાહકોની ખાસ નજર રહેશે.
મહિલા ટીમ બાદ ભારતીય પુરુષ કબડ્ડી ટીમ પણ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે. પુરુષ ટીમનો મુકાબલો પણ ઈરાન સામે થશે અને આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
અનાહત સિંહ પર રહેશે નજર
સ્ક્વોશમાં પણ ભારત માટે મેડલની આશા છે. ભારતીય સ્ટાર સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ (Anahat Singh) એ મહિલા સિંગલ્સમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 26 સપ્ટેમ્બરે સેમિફાઇનલમાં Anahat Singhનો મુકાબલો જાપાનની સાતોમી વાતાનાબે સામે થવાનો છે.
આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:35 વાગ્યે શરૂ થવાની છે. Asian Games 2026 માં સ્ક્વોશમાંથી વધુ એક મેડલ મેળવવા માટે અનાહત સિંહના પ્રદર્શન પર ભારતીય ચાહકોની ખાસ નજર રહેશે.
અભય સિંહ પણ સેમિફાઇનલમાં ઉતરશે
ભારતની મેડલ ટેલી 27 પર પહોંચી
26 સપ્ટેમ્બરના મેડલ ઇવેન્ટ્સ બાદ ભારતની કુલ મેડલ સંખ્યા 27 થઈ છે. તેમાં 3 ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
Asian Games 2026 દરમિયાન ભારતીય ખેલાડીઓ સતત અલગ-અલગ રમતોમાં પડકાર આપી રહ્યા છે. કબડ્ડી ઉપરાંત સ્ક્વોશ, એથ્લેટિક્સ અને શૂટિંગ જેવી રમતોમાં પણ ભારતની મેડલની દાવેદારી ચાલુ છે.
આગામી મુકાબલાઓમાં કબડ્ડીની ગોલ્ડ મેડલ મેચ અને સ્ક્વોશની સેમિફાઇનલ ખાસ મહત્વની રહેશે. ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી મેડલ ટેલીમાં વધુ વધારો થવાની અપેક્ષા છે. એશિયન ગેમ્સ 2026માં ભારતના અભિયાન માટે 26 સપ્ટેમ્બરનો દિવસ અનેક મહત્વપૂર્ણ મુકાબલાઓથી ભરેલો છે.
